સુદંરગઢગામ ના સામાજીક કાર્યકર ચતુરાઈ મગનભાઈ ચરમારીની ધરપકડ કરાતા રાજકીય ખળભળાટ,
અગાઉ કોંગી ધારાસભ્ય, નિવૃત ઈજનેર, કોન્ટ્રકર, વકીલ સહીત આરોપીની આ ગુનામાં કરવામાં આવી હતી ધરપકડ: હળવદ મામલતદારમાં અરજી કરીને કર્યો હતો તોડ: હજુ કેટલાક આરોપીની ધરપકડ આ કેસમાં કરવામાં આવે તેવા સંકેત
મોરબી જીલ્લામાં નાની સિંચાઈ યોજનામાં જબરું કૌભાંડ આચરવામાં આવ્યું છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી એટલે જ તો આ કેસમાં અગાઉ કોંગી ધારાસભ્ય, નિવૃત ઈજનેર સહીતના આરોપીઓને પકડીને જેલ હવાલે કરવામાં આવ્યા હતા દરમ્યાન આ ચકચારી કેસમાં કહેવાતા સામાજિક કાર્યકર ચતુરભાઈ ચરમારી નામના આરોપીની મોરબી એ-ડીવીઝન પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને આ શખ્સે જે તે સમયે હળવદ મામલતદારમાં સિચાઈ યોજનાના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની અરજી કરીને લાખો રૂપિયાનો તોડ કર્યો હતો અને તેની સાથે અન્ય શખ્સો પણ સંડોવાયેલા હતા જેથી તેઓને પકડવા માટે પોલીસે જુદીજુદી દિશામાં તપાસ શરુ કરી છે
મોરબી જીલ્લાના જુદાજુદા ગામોમાં નાની સિચાઈના કામ કરવા માટે સરકારમાંથી ૨૦ કરોડની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી હતી અને પાણીની સંગ્રહ શક્તિ વધે તેવા કામો જીલ્લાના પાંચેય તાલુકામાં કરવાના હતા જો કે, કૌભાંડી અધિકારી, રાજકીય આગેવાનો સહિતનાએ મળીને નાની સિચાઈના કામ રાખીને માત્રને માત્ર સરકારી ચોપડે જ કામગીરી કરીને સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયા ઉપાડી લીધા હતા દરમ્યાન સરકારી નાણાની ગેરરીતિના ગુનામાં એ-ડીવીઝન પોલીસ સ્ટેશને ગુનો નોંધવામાં આવતા પોલીસે આ ગુનામાં જીલ્લા પંચાયતના નિવૃત ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર સી.ડી.કાનાણી, કોન્ટ્રકટર ચૈતન્ય પંડ્યાની ધરપકડ કરી હતી ત્યાર બાદ નાની સિંચાઈ યોજનામાં કામ રાખનાર વેગડવાવ મંડળીના હોદેદાર ભરતભાઈ સવજીભાઈ રાઠોડ અને ગણપત ઉર્ફે ગણેશભાઈ મોહનભાઈ રાઠોડની ધરપકડ કરવામાં આવી હતી આ ઉપરાંત હળવદ ધ્રાંગધ્રાના કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય અને હાલમાં યોજાયેલ પેટા ચુંટણીમાં ભાજપના ઉમેદવાર પરસોતમ સાબરીયા સહિતનાની ધરપકડ કરવામાં આવી હતી અને હજુ પણ આ કેસમાં આરોપીઓને પકડવામાં આવી રહ્યા છે તેવામાં હળવદ તાલુકાના સુંદર ગઢ ગામના કહેવાતા સામજિક કાર્યકરની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે
મોરબી એ-ડીવીઝન પોલીસ સ્ટેશનેથી મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સુંદર ગઢ ગામે રહેતા અને કહેવાતા સામજિક કાર્યકર ચતુરભાઈ મગનભાઈ ચરમારી (ઉ ૩૩) ની ધરપકડ કરવામાં આવી છે જેથી આ ચકચારી કેસની તપાસ કરી રહેલા મોરબીના ડીવાયએસપી બન્નો જોષી સાથે વાત કરતા તેમને કહ્યું હતું કે, આરોપી ચતુરભાઈ મગનભાઈ ચરમારી દ્વારા નાની સિચાઈ યોજનાના કામમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તે અંગેની હળવદના મામલતદારને અરજી કરવામાં આવી હતી ત્યાર બાદ કામ શરુ કરવામાં આવ્યું છે તેવું લખી આપવામાં આવ્યું હતું જેથી ચતુરભાઈ મગનભાઈ ચરમારી સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ હતો દરમ્યાન હાઇકોર્ટમાંથી આગોતરા જામીન લઈને તે પોલીસ સ્ટેશને હાજર થતા તેની પોલીસ દ્વારા ધરપકડ કવરમાં આવી હતી
વધુમાં સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચતુરભાઈ મગનભાઈ ચરમારી અને તેની સાથે બીજા કેટલક શખ્સોએ મળીને આ કૌભાંડમાં લાગુ પડતા અધિકારીઓ પાસેથી રૂપિયા પડાવ્યા છે જેથી ચકચારી નાની સિચાઈ યોજનાના કૌભાંડમાં હજુ કેટલાક આરોપીની ધરપકડ કરવામાં આવશે અત્રે ઉલેખનીય છે કે, આ ચકચારી કેસમાં અગાઉ જેલ હવાલે કરવામાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સહિતના આરોપીઓમાંથી મોટાભાગના આરોપીઓના કોર્ટમાંથી જમીન મંજુર કરી દેવામાં આવ્યા છે જેથી અગાઉ પકડવામાં આવેલા આરોપીમાંથી મોટાભાગના હાલમાં જેલની બહાર છે જો કે, મોરબી જીલ્લાના નાની સિચાઈ યોજનાના કૌભાંડમાં ૨૫ જેટલી મંડળીઓના ૫૦ જેટલા હોદેદારો દ્વારા આગોતરા જમીન માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી જે અરજીને હાઇકોર્ટે ફગાવી દીધી હતી તેમાં જેના નામ હતા તે આરોપીની કયારે ધરપકડ કરવામાં આવશે તે તો આગામી સમય જ બતાવશે
જીલ્લા પંચાયતના સિચાઈ વિભાગના કહેવા મુજબ મોરબી જીલ્લામાં કુલ મળીને ૩૩૪ જેટલા કામો નાની સિચાઈના કરવામાં આવ્યા છે જો કે, તેમાંથી મોટાભાગના કામોમાં ગેરરીતી કરવામાં આવી હોવાથી તમામ કામોની તપાસ કરવામાં આવી રહી છે કેમ કે સરકારમાંથી નદી તળાવ ઊંડા કરવા માટે જે ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી તેમાં કૌભાંડ કરવામાં આવ્યુ હોવાથી આ કેસમાં સંડોવાયેલા તમામ શખ્સોની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે
હળવદના એક હોદેદરની ધરપકડ થાય તેવા સંકેત
હાલમાં હળવદ તાલુકાના સુંદરગઢ ગામના ચતુરભાઈ મગનભાઈ ચરમારીની ધરપકડ કરવામાં આવી છે ત્યારે સુત્રો પાસેથી મળી રહેલી માહિતી મુજબ આગામી દિવસોમાં આ ચકચારી કેસમાં હળવદના એક હોદેદરની ધરપકડ થાય તેવા સંકેત મળી રહ્યા છે કેમ કે નાની સિચાઈના આ કૌભાંડમાં અધિકારીની પાસેથી જેટલી રકમનો તોડ કરવામાં આવ્યો હતો તેમાં આ “મેષ” રાશિથી નામ શરુ રહય છે તે હોદેદારે પણ ભાગ પડાવ્યો છે.
મયુર રાવલ ,હળવદ
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






