સુરત જિલ્લામાં પીવાના પાણીની અછત નિવારવા કલેક્ટરને રજૂઆત

0
6

ઉદ્યોગોને પાણી આપવાનું બંધ કરી આદિવાસી ખેડૂતોને પાણી આપવાની માગ
સુરત, તા. ૮
જિલ્લામાં પીવાના પાણીનું ઊભુ થયેલ જળસંકટ નિવારવા માટે તેમજ સરકાર ઔદ્યોગિક એકમોને પાણી પહોંચાડે છે, પરંતુ આદિવાસી ખેડૂતો અને ગામડાઓમાં આપતી ન હોવાથી આજે જિલ્લા કલેક્ટરના માધ્યમથી રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ સુધી મેસેજ પહોંચાડી રાષ્ટ્રીય જળનીતિ ૨૦૦૨નો અમલ કરવાની માગ કરી છે.
જળસંકટ નિવારણ સમિતિના કન્વીનર ઉત્તમભાઈ સોમાભાઈ વસાવાની આગેવાની હેઠળ આજે બપોરે પચાસેક જેટલા આદિવાસી ખેડૂત મહિલા પુરુષો સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ આવ્યા હતા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણીનું સંકટ ઊભુ થયું છે તે નિવારવા માટે રજૂઆત કરવામાં આવી હતી. ઉકાઈ ડેમ હોય કે સારદાર સરોવર ડેમ હોય તેના નિર્માણ માટે પોતાની જમીન આપનારા ખેડૂતોને આજે પીવાના પાણીની સમસ્યા ઉદભવી સરદાર સરોવર ડેમની કચ્છ- સૌરાષ્ટ્ર કાઠીયાવાડ સુધી કેનાલ નાખી ત્યાંનું જીવન ધોરણ ઉંચુ આવ્યું છે. જિલ્લાના મોટા જળાશય ઉકાઈ, કાકરાપારમાંથી પાણી સુરત અંકલેશ્વરના ઔદ્યોગિક એકમોને અપાઈ રહ્નાં છે. આંતરિયાળ ગામડા ખેડૂતો અને આદિવાસીોના ખેતરોમાં પાક.ને નુકસાન થવાની સાથે પીવા માટે પાણી સરકાર આપતી નથી.
રાષ્ટ્રીય જળનીતિ ૨૦૦૨નો અમલ કરવા માટે જિલ્લા કલેક્ટરના માધ્યમથી રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને રજૂઆત કરવા માટે ખેડૂતો આદિવાસી અગ્રણીઅો દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY