ચાર લોકોએ ટેમ્પા ચાલકને લોહી લુહાણ કરી દીધો
સુરત, તા. ૮
ઉધના મઢીની ખમણી અપના સોડા સેન્ટર પાસે વાહનો સામ-સામે અથડાતા તેમાંથી ઊભી થયેલી બોલાચાલીમાં લોખંડની પાઈપ વડે હુમલો કરી માથા તેમજ પગના ભાગે ઈજાઓ પહોંચાડી એક્ટિવા પર આવેલા ચાર અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હોવાનો બનાવ ઉધના પોલીસ મથકે નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ ભાવનગર જિલ્લાના તળાજાના વતની અને હાલમાં ઉધના ગામ લક્ષ્મીનગર ખાતે રહેતા હકાભાઈ ભરવાડ પોતાની મોટર સાઈકલ લઈનેપસાર થતા હતા ત્યારે સામેથી એક્ટિવા બાઈક ભટકાતા બોલાચાલી થઈ હતી. એક્ટિવા બાઈક ચાલકે ફોનકરી અન્ય ચા ઈસમોને બોલાવી લોખંડની પાઈપ તથા લાકડાના ફટકા વડે હુમલો કરી માથાના તેમજ પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમણે ઉધના પોલીસ મથકમાં અજાણ્યા ચાર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




