વલસાડ,તા.૮
પ્રેમી યુગલો અનેક વખત એક નહીં થઈ શકે તેવા ડરને કારણે આપઘાત કરી લેતા હોય છે. આવો જ એક બનાવ વલસાડના ધરમપુરમાં સામે આવ્યો છે. અહીં એક પ્રેમી પંખીડાએ ઝાડ સાથે લટકીને આપઘાત કરી લીધો છે. યુગલે આંબાના ઝાડ સાથે દોરડું બાંધીને આપઘાત કરી લીધો હતો.
મળતી માહિતી પ્રમાણે ધરમપુરમાં બામ ટી પુલ નજીક એક યુવક અને યુવતી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. બંને એક ઝાડની ડાળી સાથે દોરડું બાંધીને લટકી ગયા હતા. આ સમાચાર ફેલાઈ જતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા.
માહિતી મળતા જ ધરમપુર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે એવી આશંકા વ્યક્ત કરી છે કે પ્રેમ પ્રકરણમાં યુગલે આવું પગલું ભર્યું હોઈ શકે છે. આ બાબતે પોલીસે ગુનો નોંધીને બંનેની ઓળખ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




