નર્મદા જિલ્લાનું ધો-12 વિજ્ઞાન પ્રવાહનું ગત વર્ષે 39% પરિણામ સામે આ વર્ષે પરિણામ સારું આવ્યું છે ,સમગ્ર ગુજરાતમાં નર્મદા જિલ્લો 32માં ક્રમે.
વર્ષ 2019 માં લેવાયેલી 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં નર્મદા માંથી 808 વિદ્યાર્થીમાંથી 395 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા,413 વિદ્યાર્થીઓ નાપાસ.
રાજપીપળા :ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2019માં લેવાયેલી 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં પુરી થઈ હતી.એ બાદ વિદ્યાર્થીઓમાં અને વાલીઓમાં પરિણામને લઈને ઘણી ઉત્સુકતા હતી.તો 9મી મેં ના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માયમિક શિષણ બોર્ડ દ્વારા 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયુ છે.જેમાં નર્મદા જિલ્લો 48.89% પરિણામ સાથે પરિણામની દ્રષ્ટિએ સમગ્ર રાજ્યમાં 32માં ક્રમે રહ્યો છે.તો બીજી બાજુ ગત વર્ષે 2018માં 12 વિજ્ઞાન પ્રવાહનું નર્મદા જિલ્લાનું 39% પરિણામ હતું તો આ વર્ષે 48.89% પરિણામ આવતા પરિણામમાં સુધારો થયો છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2019માં લેવાયેલી 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં 827 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યું હતું એમાંથી 808 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા.જાહેર થયેલા આ પરિણામમાં 395 વિદ્યાર્થીઓ પાસ તો 413 વિદ્યાર્થીઓ નાપાસ જાહેર થયા છે.નર્મદા જિલ્લાનું ગ્રેડ મુજબ પરિણામ જોઈએ તો A1 ગ્રેડમાં એક પણ વિદ્યાર્થીનો સમાવેશ થયો નથી,તો A2 ગ્રેડમાં 02, B1માં 10, B2માં 36, C1માં 89, C2માં 188, Dમાં 69 તો E1માં 01 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે.આ તમામમાં ગાંધીનગરની સહજાનંદ સ્કૂલ ઓફ એવીયર ખાતે અભ્યાસ કરતી રાજપીપળાની સંસ્કૃતિ અજય કપ્તાને 12 વિજ્ઞાન પ્રવાહમાં 90.60 % પરસેન્ટાઇલ તથા ગુજકેટમાં 95.23% પરસેન્ટાઇલ મેળવી રાજપીપળા અને 18 ગામ માછી સમાજનું ગૌરવ વધાર્યું છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





