શહેરમાં ટ્રકો પર પ્રતિબંધના વિરોધમાં ટ્રક ઓનર્સ એસો.ની કમિશનરને રજૂઆત

0
8

પોલીસ કમિશનરનુ઼ જાહેરનામું રદ કરવાનીમાગણી
સુરત, તા. ૯
સુરત શહેરમાં ટ્રક પ્રવેશવાના પ્રતિબંધિત હુકમો સામે સુરત જિલ્લા અોનર્સ વેલફેર ટ્રક એસોસિએશને પોલીસ કમિશનર સતીષ શર્માને એક આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ વાહન વ્યવહારને અસરકર્તા હોય તેવા વાહન પ્રતિબંધ જાહેરનામું બહાર પાડતા પહેલાં કેટલાંક મુદ્દાઓનેધ્યાને લેવા જરૂરી હોય છે. સુરત શહેરમાં ચાલી રહેલા બાંધકામના ધંધાને અસરકારક પરિબળો પૈકી વાહન-વ્યવહાર નીતિઓ જે અંગે આપ સાહેબ તરફથી ઉપરોકત જાહેરનામું તા. ૨૩/૪/૨૦૧૯ના રોજ જાહેર કરવામાં આવેલ છે. આથી અમો એસોસિએશન તરફથી નીચે મુજબ લેખિત વાંધાઓ/ સૂચનો આપીએ છીએ. બાંધકામ માટે રો-મટીરિયલ પૂરુ પાડતા ટ્રકો જો સવારના ૭ થી રાત્રિના ૧૧ સુધી શહેરમાં પ્રવેશમાં રોક લગાવવામાં આવે તો બાંધકામ સાથે સંકળાયેલા તમામ વર્ગોને સામાજિક તેમજ આર્થિક પ્રશ્નો ઉપસ્થિત થાય તેવી પરિસ્થિતિ થઈ શકે છે.
રાત્રિના અગિયાર વાગ્યા પછી પ્રવેશના કારણે રહેણાંક સોસાયટીઓમાં પાર્ક કરેલા વાહનો હટાવવા અને માલ સામાનની ગાડીઅોના આવવા-જવાના ન્યુસન્સમાં સોસાયટીના રહીશો સાથે ઘર્ષણ થવાનો સંભવ છે.
મુખ્યત્વે જે કોઇ અકસ્માતથાય છે તે ટ્રાફિકના નિયમોના પાલનના અભાવે થાય છે. તેવાં સંજાગોમાં પ્રગતિશીલ શહેરના વિકાસને રૂંઢે તેવા તઘલખી જાહેરનામાઓ કાઢવાને બદલે દરેક સિગ્નલ ઉપર ટ્રાફિકના નિયમોનું પાલન સચોટ રીતે થાય તેવી વ્યવસ્થા કરવી જરૂરી છે.
ગુજરાત સરકારના ઠરાવ મુજબ રેતી લીઝ ધારકો તરફથી રોયલ્ટી ભરવાનો સમય સવારે ૭.૦૦ થી સાંજના ૭.૦૦ કલાક સુધીનો હોય છે અને તે ભરતી સમયે ડીલીવરી સમય પણ તેમાં જ દર્શાવવામાં આવે છે અને જો સમયસર ડીલીવરી ન થાય અને ભુસ્તરખાતા તરફથી સ્કવોર્ડ ચેકિંગ સમયે જો ટ્રક પકડાય તો તેમાં પણ કમરતોડ દંંડ ભરવાનો વારો આવે છે. જેથી સામાન્ય ટ્રક માલિકો દેવા હેઠળ પણ ઉતરી જતા હોય છે.
ટ્રક વાહનો ફાઈનાન્સ ઉપર લીધેલ હોવાથી નો-એન્ટ્રીના સમયના કારણે ટ્રકો દ્વારા કરવામાં આવતી હેરફેર ઓછી થઇ શકે છે. જેથી ટ્રક માલિકો તથા ટ્રક સાથે સંકળાયેલા નાના પરિવારો જેવા કે ડ્રાઈવર મજુરો હેલ્પરો વગેરે તમામ લોકો આર્થિક ભીંસમાં આવી શકે છે. જેને કારણે આત્મહત્યા કરવાનો સમય આવશે. જે તમામ પરિબળોને ધ્યાને લઈ આપ સાહેબ ટ્રક માલિકો તેમજ તેની સાથે સંકળાઈ પોતાનું જીવન ગુજારતાં લોકોને આર્થિક નુકસાન ન જાય તે માટે પણ નો એન્ટ્રીના સમયમાં ફેરફાર કરવાની મહેરબાની કરશોજી.
આરટીઓ કચેરી સુરત તરફથી દર વર્ષે ટ્રકોનું પાસિંગ કરવામાં આવે છે જે પાસિંગના નિયમો અનુસાર દરેક ટ્રકોની ફીટનેસ અને પ્રદૂષણની ક્ષમતા પણ કોમ્પ્યુટર દ્વારા ચેક કરી સર્ટીફિકેટ આપવામાં આવે છે. જેથી ટ્રકો દ્વારા જ પોલ્યુશન થાય છે અને તેના ઉપર પ્રવેશનો પ્રતિબંધ કરવાથી પોલ્યુશનમાં ઘટાડો થાય એ જરૂરી નથી.
શું સુરત શહેરમાં રાત્રિના ૧૧.૦૦ થી સવારના ૭.૦૦ વાગ્યા સુધીમાં બાંધકામના મટીરિયલ્સ જેવા કે ઇંટ, રેતી, કપચી, માટી, સીરામીક, ટાઇલ્સ, પથ્થર, સિમેન્ટ, લોખંડ અન્ય વિવિધ પ્રકારના મટીરિયલ્સની જરૂરીયાત પૂરી થશે ? માટે આપને નમ્ર અરજ સહ વિનંતી છે કે આવા મુદ્દાઓને ધ્યાનમાં લઈ અમો ધંધાર્થીઓની સાથે અન્યાય ન થાય એવો કંઇ યોગ્ય નિર્ણય આપશે એવી આશા અને અપેક્ષાએ અમો સુરત જિલ્લા ઓનર્સ વેલફેર ટ્રક એસોસિએશન આપને એસોસિએશનના કારોબારી સભ્યો આપને વિનંતી કરીએ છીએ.
આપને નમ્ર અરજ છે કે આ અગાઉ પણ હાલનાં જાહેરનામાં જેવા જાહેરનામાઓ કાઢવામાં આવેલ પરંતુ જાહેરહિતને ધ્યાનમાં રાખી તેમાં ફેરફાર કરવામાં આવેલ હોય તેવા ફેરફાર કરશો તે માટે આપને વિનંતી છે કે ઉપરોક્ત સૂચનો-વાંધાઓ સમાજનાં ઘણાં બધા લોકો માટે જાહેરહિતને લગતાં હોય કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ તા.૨૬-૪-૨૦૧૯ના રોજ કાઢવામાં આવેલ જાહેરનામું હાલ પૂરતુ રદ કરશોજી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY