એન્જિનનો વાયર, કટર અને બેટરીથી ચોરી
સુરત તા ૧૦
તાપી નદીમાંથી લીલ વેલ વનસ્પતિ કાઢવા માટેની કામગીરી માટે રાખેલ બોટમાંથી કોઈ અજાણ્યો ચોર ૪૦ હજારના એન્જિન વાયર સહિતનો મુદ્દામાલ ચોરી જતા ફાયર ઓફિસર દ્વારા કતારગામ પોલીસમથકે ફરિયાદ નોધાવામાં આવી છે.
કતારગામ પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કતારગામ લંકા વિજય હનુમાન મંદિર નજીક વારીગૃહની બાજુમાં તાપી નદીના પાણીમાંથી વેલ લીલ જેવી વનસ્પતિનું પ્રદૂષણ દૂર કરવા માટે ખોટ રાખવામાં આવીછે. સાબરમતી ટ્વીન નામની બોટમાંથી કોઇ અજાણ્યો ચોર વ્યકિત મરકપુરી એન્જિનનો કેબલ વાયર અંદાજે ૬ ફૂટ કિંમત ૪૦ હજર તથા હારનેશ મશીનની બેટરી નંગ ૨, હિતાચી કંપનીની વેલ કાઢવાની સુપડી વગેરે માલસામાનની ચોરી કરી નાસી ગયો છે. આ બનાવઅંગે ફાયર ઓફિસર મહેશ કાનજી પટેલ ઉ.વ. ૪૬ નવાપુરા ઘાંચી શેરી, ફાયર સ્ટેશન દ્વારા કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



