રાજદ્રોહ કેસમાં અલ્પેશ કથીરિયાની જામીન અરજીમાં તા. ૧૧મી જૂનની મુદ્દત

0
5

સરકાર પક્ષે મુદ્દત મંગાવામાં આવતા હાઈકોર્ટે વેકેશન સુધી સુનાવણી પાછી ઠેલી
સુરત તા ૧૦
પાટીદાર આંદોલન દરમિયાન અમરોલી પોલીસ મથકમાં દાખલ કરવામાં આવેલા રાજદ્રોહના ગુનામાં અલ્પેશ કથીરિયાના એડવોકેટ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં કરેલી રીવીઝન જામીન અરજીની સુનાવણી હવે ૧૧મી જૂનના રોજ હાથ ધરાશે. જોકે, સરકાર દ્વારા સમય માંગવામાં આવતા હાઈકોર્ટના વેકેશન બાદ તેની સુનાવણી હાથ ધરાશે. એવું બચાવ પક્ષના એડવોકેટ યશવંતસિંહ વાળા અને રફીïક લોખંડવાળાએ જણાયું હતું.
આ કેસની વિગતો એવી છે કે, પાટીદાર આંદોલન દરમિયાન અમરોલી મોટા વરાછા ખાતે વિપુલ દેસાઈને ત્યાં જઈને હાર્દિક પટેલ પોલીસને બેફામ નિવેદનો કર્યાહતા આ ગુનામાં અમરોલી પોલીસ મથકમાં હાર્દિક પટેલ, ચિરાગ દેસાઈ અને વિપુલ દેસાઈ વિરુદ્ધ રાજદ્રોહના ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનામાં પોલીસે અલ્પેશ કથીરિયાની ધરપકડ કરી હતી. અને ત્યારબાદ તેનો જામીન પર છુટકારો થયો હતો. જામીન પર છૂટયા બદ તેણે વરાછા સરથાણા પોલીસ મથકની હદમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિનો ભંગ કર્યો હતો. અને ડીસીબી દ્વારા જામીન અરજી રદ કરવા માટેની માગ કરી હતી જે સુરત કોર્ટ મંજૂર કર્યા બાદ અલ્પેશને લાજપોર જેલમાં મોકલી આવ્યો હતો. સુરત કોર્ટે જામીન અરજી રદ કર્યાબાદ તેણે હાઈકોર્ટમાં એક રીવીઝન અરજી કરી હતી. જેની સુનાવણી ૧૧મી જૂનના રોજ હાથ ધરાશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY