સુરત તા ૧૦
કોસંબા લીંડીયાત ગામ ખાતે આવેલા એક ઓફિસ અંદર ઘૂસીને તસ્કરોએ રૂ. ૧૫ હજારની કિંમતનું લેપટોપની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનો બનાવ કોસંબા પોલીસ મથકમાં નોધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કોસંબા-લીંડીયાત ગામ ખાતે આવેલ અષ્ટવિનાયક રેસિડેન્સી ખાતે પ્રતાપભાઈ પરમારની . આ ઓફિસના દરવાજાને મારેલુ તાળુ તોડી અંદર પ્રવેશ કરી તસ્કરો રૂ. ૧૫ હજારની કિંમતના લેપટોપની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. વેપારીએ કોસંબા પોલીસ મથકના ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી-૪૫૭, ૩૮૦ મુજબનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



