જિલ્લા કલેક્ટરના હસ્તે રૂ. ૧.૩૨ કરોડના ચેકોનું વિતરણ
વલસાડ, તા. ૨૮
વલસાડ જિલ્લામાંથી પસાર થનારી બુલેટ ટ્રેનના પ્રોજેકટમાં ૩૦ જેટલા ગામોના અસરગ્રસ્ત જમીનધારકોની જમીન સંપાદન કરવાની કાર્યવાહી ચાલુ છે. આ પ્રોજેકટમાં જે ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી છે, તે પૈકીના ચાર ગામોના ૧૪ બ્લોકના ૧૬ જમીનધારકો સાથે સહમતી કરાર કરી તેઓને જિલ્લા કલેક્ટર સી.આર.ખરસાણના હસ્તે કલેક્ટર કચેરી ખાતે યોજાયેલા સહમતી કરાર સમારોહમાં રૂ.૧,૩૨,૮૦,૪૨૨/-ના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ભાણજી ફળિયાના ૬, એદરગોટાના ૮, સોનવાડાના એક અને પાંડોરના એક જમીનધારકનો સમાવેશ થાય છે.
આ અવસરે કલેક્ટર સી.આર.ખરસાણે જમીનધારકોને સરકારની વિકાસયાત્રામાં સહયોગ આપી જમીન સંપાદનની સંપતિ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
આ અવસરે પ્રાંત અધિકારી કે.જે.ભગોરા, બુલેટ ટ્રેન પ્રોજક્ટના ચીફ પ્રોજેકટ મેનેજર અમીયાંશૂ દાસ, નાયબ ચીફ પ્રોજેકટ મેનેજર ડી.પી.સીંઘ અને જમીનધારકો હાજર રહ્ના હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



