ઓરિસ્સાના વાવાઝોડાગ્રસ્તો માટે અદાણી ગ્રુપ દ્વારા ૨૫ કરોડની સહાય

0
7

ઓરિસ્સાવાસીઓ પર આવી પડેલી આફતમાં અદાણી ગ્રુપ અસરગ્રસ્તોની વ્હારે
સુરત, તા.૧૦

અદાણી ગૃપ દ્વારા તાજેતરમાં ઓરિસ્સામાં આવેલા વિનાશક ‘ફાની’ ચક્રવાતથી અસરગ્રસ્ત લોકોના પુનર્વસન માટે ઓરિસ્સાના ‘મુખ્યમંત્રી રાહત ફંડ’માં રૂ.૨૫ કરોડની સહાયની જાહેરાત કરી છે. દેશવાસીઓની ઉન્નતિ માટે હંમેશાં પ્રયાસરત અદાણી ગૃપ ઓરિસ્સાના અસરગ્રસ્ત વિસ્તારોના પુનર્વસન માટે સરકારના પ્રયાસોને સંપૂર્ણ ટેકો આપશે.
સમાચાર માધ્યમો સાથે વાત કરતા અદાણી પોટ્‌ર્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના સી.ઇ.ઓ.શ્રી કરણ અદાણીએ જણાવ્યું હતું કે, ‘ઓરિસ્સામાં ચક્રવાત ‘ફાની’ દ્વારા થયેલા વિનાશથી અમે દુઃખની લાગણી અનુભવીએ છીએ. ઓરિસ્સાવાસીઓ પર અચાનક આવી પડેલી આફતમાં અદાણી ગૃપ રાજ્યના વહીવટીતંત્ર અને અસરગ્રસ્તોની સાથે છે. આ સમયે તાત્કાલિક રાહત માટે અમે મુખ્યમંત્રી રાહત ભંડોળને રૂ.૨૫ કરોડ ફાળવવા પ્રતિબદ્ધ છીએ. આગળ જતા, અમે મોટા પાયે થનાર પુનર્વસનની કામગીરી માટે અમારા મહત્વના સંસાધનો પણ પ્રદાન કરવાની યોજના બનાવીએ છીએ. અમે ઓરિસ્સાના લોકોને ખાતરી આપીએ છીએ કે અદાણી ગૃપ આ રાજ્યને ફરીથી સુંદર બનાવવા ખભે-ખભા મિલાવી કામગીરી કરશે.’
હલ્દીયા અને પારાદીપ વચ્ચે આવેલી ધામરા પોર્ટ કંપની લિમિટેડ (ડીપીસીએલ), એ અદાણી પોટ્‌ર્સ અને સેઝની ૧૦૦% પેટાકંપની છે. હવામાન વિભાગ તરફથી ફાની ચક્રવાતની આગાહી અંગેની માહિતી મળતાની સાથે જ ડીપીસીએલના અધિકારીઓ નજીકના ગ્રામ પંચાયતોના સરપંચોને મળ્યા હતા, અને કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં સંપૂર્ણ સહકારની ખાતરી આપી હતી.
ચક્રવાતની સંભવિત અસરને ઘટાડવા માટે અદાણી ગૃપે તેના સ્ટાફ અને ગ્રાહકોની સલામતી માટે તમામ સંસાધનો રોક્યા હતા. તબીબી સહાય, ડ્રાય રાહત, સંચાર સંસાધનોના પુનઃસ્થાપન, ડ્રેનેજ અને વિશેષ દરિયાઇ સેવાઓ પૂરી પાડવા માટેની વ્યવસ્થાઓ પ્રાથમિકતા પર મૂકવામાં આવી હતી. સલામતીના ભાગરૂપે ચક્રવાતથી થનાર સંભવિત અસરવાળા વિસ્તારના લોકોને અદાણી ડીએવી સ્કૂલમાં ઊભી કરાયેલી હંગામી રાહત શિબિરમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં પુનર્વસનની કામગીરીના ભાગરૂપે ધામરા પોર્ટ કંપની લિમિટેડ (ડીપીસીએલ)ના અધિકારીઓ, સરકારી અધિકારીઓ અને તેમના ગ્રાઉન્ડ સ્ટાફ સાથે રહી ખોરાક, પાણી અને તબીબી સહાય માટે સંકલન કરી રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY