વૃદ્ધાએ ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી

0
8

સુરત,તા.૧૦
વેસુ વીઆઈપી રોડ પર આવેલી એક રેસીડેન્સીમાં વૃદ્ધાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે. સુખી સંપન્ન પરિવારના વૃદ્ધાએ આપઘાત કરતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. બં સંતાનો બહાર છે. અને માતાના આપઘાતની જાણ થતા પરત રવાના થયા છે.
વેસુ વીઆઈપી રોડ પર આવેલી પામ એવન્યુ રેસીડેન્સીમાં મૂળ હરિયાળાના સંતોષબેન નરેશભાઈ અગ્રવાલ(ઉ.વ.૬૫) પરિવાર સાથે રહેતા હતા. અને છેલ્લા ચાર-પાંચ દિવસથી ડિપ્રેશનમાં હતા. જેથી ડોક્ટર પાસે તપાસ પણ કરાવી હતી. દરમિયાન આજે સંતોષબેને ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો. પતિ ઉઠતા પત્ની લટકતી હાલતમાં મળી આવી હતી. જેથી તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા.
સંતોષબેનને સંતાનોમાં બે દીકરા છે. એક દીકરો મુંબઈ રહે છે. અને હાલ કાપડના ધંધાના કામ અર્થે કોલકતા ગયો છે. જ્યારે નાનો દીકરો પત્ની અને બાળકો સાથે બદ્રીનાથ ગયો છે. બંને દીકરાઓને માતાના આપઘાતની જાણ થતા સુરત આવવા રવાના થઈ ગયા છે. દીકરાઓ આવ્યા બાદ માતાના અતિમસંસ્કાર કરવામાં આવશે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY