દેવુ વધી જતા તાપીમાં ભૂસ્કો મારનાર પાલનપુર પાટીયાના અંકિત મહાદેવ પટેલને ફાયર બ્રિગેડે બચાવી લીધો
સુરત, તા. ૧૧
આજે સવારે સવા અગિયાર વાગ્યાના સુમારે કેબલ સ્ટેઈડ બ્રિજ પરથી એક યુવાને તાપી નદીમાં ભુસ્કો મારતા તાત્કાલિક રાહદારીઓ અને વાહન ચાલકોનું ટોળુ જમા થઈ જતા ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર સ્ટાફે યુવાનને સુરક્ષિત બહાર કાઢી અડાજણ પોલીસના હવાલે કર્યો હતો.
ફાયર વિભાગના સૂત્રો દારા મળતી માહિતી મુજબ આજે સવારે સવા અગિયારના સુમારે એક યુવાન કેબલ સ્ટેઈડ બ્રિજ પરથી તાપી નદીમાં ભુસ્કો મારતા તાત્કાલિક ફાયર ઓફિસર સંપત સુથાર ઘટના સ્થળે દોડી ગયા હતા. કેબલ સ્ટેઈડ બ્રિજ ઉપર સ્ટાર બજારના છેડે તાપી નદીમાં કમર જેટલા પાણીમાં મુસ્કો મારનાર યુવક કાદવમાં ફસાઈ ગયો હતો. ફાયર સ્ટાફે યુવકને સુરક્ષિત બહાર કાઢયો હતો. અડાજણ પોલીસ બ્રિજ પર બાઈક અને નદીમાંથી સુરક્ષિત બહાર નીકળેલ યુવકનો કબજો લઈ પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી. ૨૯ વર્ષિય અંકિત મહાદેવ પટેલ રહે. પાલનપુર ગામ આમલી ફળિયુનાએ જણાવ્યું કે, દેવું વધી જતા તેને આપઘાતનું અંતિમ પગલુ લીધું હતું.અડાજણ પોલીસ વધુ તપાસ કરી રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



