સુરત, નવસારી, વલસાડમાં ક્રમશ: ૩૪, ૩૩ અને ૩૨ ડિગ્રી તાપમાન

0
25

ગુજરાત કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
સુરત, તા. ૧૧
રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી સાથે પ્રિમોન્સુન એક્ટિવીટી શરૂ થતા દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકત્તમ તાપમાન ૩૪.૪ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૨૫.૪ ડિગ્રી નોંંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૭૧ ટકા અને હવાનું દબાણ ૧૦૧૨.૩ મીલીબાર નોંધાયું છે. શહેરમાં દક્ષિણ-પિમ દિશાથી સુસવાટાભેર પવન ફૂંકાઈ રહ્ના છે.
નવસારીમાં અધિકત્તમ તાપમાન ૩૩.૫ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૨૪.૨ ડિગ્રી નોંધાયું છે. વલસાડમાં અધિકત્તમ તાપમાન ૩૨.૯ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૨૨ ડિગ્રી નોંધાયું છે.
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સુસવાટાભેર પવન ફૂંકાવાની સાથે તાપમાનમાં નોંપાત્ર ઘટાડો નોંધાયો છે. હવામાનમાં થયેલ ફેરફારથી શહેરીજનોને અસહૃય ગરમીથી રાહત મળી રહી છે રાજ્યમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જેની અસર દક્ષિણ ગુજરાતમાં આંશિક થાય તેવી શકયતા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY