અટોદરા ગામે ર્સ્વગ રેસિડેન્સીના બંઘ ઘરમાંથી ૧.૬૮ લાખની ચોરી

0
6

રોકડા રૂપિયા તથા સોના ચાંદીના ઘરેણા ચોરાયા
સુરત, તા. ૧૧
ઓલપાડના ખટોદરા ખાતે આવેલ એક મકાન ગત રાત્રે તસ્કરોએ તાળુ તોડી ઘરમાં પ્રવેશી કબાટમાં મૂકેલા સોના-ચાંદીના દાગીના કિ. રૂ. ૧.૬૮ લાખની મતાની ચોરી કરી ગયા હોવાની ફરિયાદ ઓલપાડ પોલીસ મથકે નોંધાય હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અટોદરામાં આવેલ સ્વર્ગ રેસિડેન્સી મકાન નં. ૬૩૩માં રહેતા શાંતિલાલ ગોપાળભાઈ આહિર (ઉ.વ. ૪૪) ગઈકાલે મકાનને તાળુમારી કામ અર્થે બહાર ગયા હતા ત્યારે તેનો લાભ લઈ અજાણ્યા તસ્કરોએ તેમના મકાનનું તાળુ તોડી ઘરમાં પ્રવેશી ઘરમાં કબાટમાં મૂકેલ રોકડા રૂ. ૩૬૫૦૦ તથા એક સોનાનો શેટ આશરે ૩ તોલા કિ. રૂ. ૫૦,૦૦૦ તથા સોનાનું મંગળ સૂત્ર કિ. રૂ. ૨૯૦૦૦ તથા બે સોનાની લકી કિ. રૂ. ૩૫૦૦૦ તથા સોનાની વીટી નંગ-૧૧ કિ. રૂ. ૧૦,૦૦૦ તથા પચાદીના સાંકળા ૪ જાડ કિ. રૂ. ૩૦૦૦ તથા ચાંદીના ઝુડ ૪ જોડ કિ. રૂ. ૩૦૦૦ તથા ચાંદીની મૂર્તિ કિ. રૂ. ૧૦૦૦ તથા ચાંદીનો ગ્લાસ કિ. રૂ. ૫૦૦ મળી કુલ્લે રૂ. ૧,૬૮૦૦૦ના માલ મતાની ચોરી કરી નાસી ગયા હતા. બનાવ અંગે શાંતિલાલ ઓલપાડ પોલીસ મથકે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY