રોયલ આર્કેડ પાસે કાર પાર્ક કરાઈ હતી
સુરત, તા. ૧૧
સરથાણા જેબીસી બિલ્ડિંગ પાસે પાર્ક કરેલી એક મુસ્લિમ ચાલકની કારમાંથી અજાણ્યા ઈસમે રોકડા રૂ. ૩ લાખની ચોરી કરી ફરાર થઈ ગયો હોવાનો બનાવ સરથાણા પોલીસ મથકમાં નોંધાયો હતો. પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મૂળ પાટણ જિલ્લાના વતની અને હસનેન હેરીટેજ સિનેમા રોડ ખાતે રહેતા તથા હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા શકીલ અલી ઈબ્રાહીમભાઇ અંધારિયાએ પોતાની ફોર વ્હીલ કાર (એમએચ-૦૨-સીએચ-૬૧૧૦) સરથાણા રોયલ આર્કેડની બાજુમાં જેબીસી બિલ્ડિંગ ખાતે પાર્ક કરી હતી. અજાણ્યા ઈસમે કારના દરવાજાના કાચ તોડી પાછળની સીટ પર મૂકેલા રોકડા રૂ. ૩ લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતો. હોટલ- વેપારીએ સરથાણા પોલીસ મથકમાં ફીરયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



