સરથાણા પ્રાણી ગૃહ નજીક સર્જાયેલો અકસ્માત
સુરત, તા. ૧૧
સરથાણા જકાતનાકા પ્રાણી સંગ્રાહલય પાસે એક લકરી બસના ચાલકે બાઈક સવારને ટક્કર મારી મોત નીપજાવી ફરાર થઈ જતા તેની સામે સરથાણા પોલીસે ફેટલનો ગુનો નોંધ્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મોટા વરાછા ક્રિષ્ણા ટાઉનશિપમાં રહેતા રીધમ મહેશભાઈ પટેલ બાંધકામનો ધંધો કરે છે તેમણે સરથાણા પોલીસ મથકમાં નોંધાવેલી એક પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, સરથાણા- પ્રાણી સંગ્રાહલય ખાતેથી પસાર થતી લકઝરી બસના નંબ- જીજે-૦૩-એડબલ્યુ ૯૯૦૦ ચાલકે પૂરપાટ ઝડપે પોતાની લકજરી બસને હંકારી દર્શનભાઈ પટેની બાઈકને ટક્કર મારી મથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નીપજાવી ફરાર થઈ ગયો હતો. પોલીસે ફેટલનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મૃતક યુવાન ૨૧ વર્ષનો હતો. આ બનાવની જાણ સગાભાઈને કરવામાં આવતા રીધમ પટેલે ફરિયાદ નો઼ધાવતા પોલીસે ફેટલનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



