ચોર ટોળકી પાસેથી ચોરીના છ મોબાઈલ કબજે લેવાયા
સુરત, તા. ૧૧
ઓટોરિક્ષામાં મુસાફરોના સ્વાંગમાં પેસેન્જરોનીનજર ચૂકવી મોબાઈલ ફોનની તફડંચી કરનારી ટોળકીને ડીસીબી પોલીસે ઝડપી પાડી હતી. આ ટોળકી પાસેથી ડીસીબી પોલીસે છ મોબાઈલ ફોન રિક્ષા મળી કુલ્લે રૂ. ૧.૩૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.
સુરત શહેરમાં ઓટો રિક્ષામાં મોબાઈલ ચોરી અને પાકીટની ચોરીના બનતા બનાવો અટકાવવા તેમજ વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા પોલીસ ઈન્સ્પેક્ટર ડીસીબીનાઓની સૂચના મુજબ ડીસીબી પોલીસ સ્ટેશનના નાસતા ફરતા સ્કોડના પોલીસ માણસો પેટ્રોલિંગમાં હતા દરમિયાન નાસતા ફરતા સ્કોડના પોસઈ સી.એચ. પનારાઓની ટીમના હે.કો. શૈલેષ રાધે બિહારી અને પો.કો. મનોજ તુકારામનાઓને મળેલ હકીકત આધારે અડાજણ શીતલ ચાર રસ્તા પાસે જાહેર રોડ પરથી વગર નંબરની ઓટો રિક્ષા સાથે રિક્ષા ચાલક (૧) શાહરૂખ ઉર્ફે શાહરૂખ અપંગ સઈદ ખાન ઉ.વ. ૨૦ રહે. બાપુનગર ઝૂપડપટ્ટી સુન્ની મસ્જિદ ગલીમાં રાંદેર સુરત મુળ રહે. જી. ખંડવા (મધ્યપ્રદેશ) તથા રીક્ષામાં પાછળ બેસેલ (૨) સમીરખાન જાકીરખાન પઠાણ ઉ.વ. ૧૯ રહે. ઘર નં. ૫૫૪૫ બાપુનગર ઝૂંપડપટ્ટી તાપી રીવર ફ્રન્ટ સુન્ની મસ્જિદ પાસે રાંદેર સુરત શહેર. મૂળ ગામ-મલકાપુર જી. બુલડાણા (મહારાષ્ટ્ર) તથા (૩) વસીમ આરીફ શેખ (ઉ.વ. ૨૪ રહે. મકાન નં. ૧૧૧ ગુલફામ એપાર્ટમેન્ટ, તબે-તાબીલની દરગાહ પાસે રાંદેર, સુરત. રહે. જી. આકોલા (મહારાષ્ટ્ર) તથા (૪) કરીમ ઉર્ફે કરીમ કાલીયા મુનાફ શેખ ઉ.વ. ૨૧ રહે. સુભાષનગર ઝૂંપડપટ્ટીરહેમાન બાપુના મકાનમાં ફૈઝલે રસુલ મસ્જિદ પાસે બાપુનગર રાંદેર સુરત શહેર મૂળરહે. તા. મલકાપુર જી. બુલડાણા (મહારાષ્ટ્ર) નાઓને પકડી પાડી તેમની પાસેથી અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન નંગ-૬ કિ. રૂ. ૩૪,૦૦૦/- તેમજ વગર નંબરની ઓટો રિક્ષા નંબર કિંમત રૂ. ૧,૦૦,૦૦૦/- મળી કુલ્લે રૂપિયા ૧,૩૪,૦૦૦/-નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરવામાં આવેલ છે. ચારેય આરોપીઓની પૂછપરછ દરમિયાન તેમને ઉપરોકત મોબાઈલ ફોન ચોકબજાર ચાર રસ્તાથી રીંગરોડ મજુરાગેટ જતા આવતા રોડ ઉપર એકલ દોકલ પેસેન્જરોને રીક્ષામાં બેસાડી પેસેન્જરની નજર ચૂકવી મોબાઈલ ફોનની ચોરી કરેલાની હકીકત ખુલવા પામી હતી. સદર બનાવો બાબતે ખાત્રી કરતા ઉમરા, અઠવા પોલીસ સ્ટેશને નોધાવેલા ત્રણ ગુનાના ભેદ ઉકેલાયા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




