પૂર્ણા નદીમાંથી અજાણી મહિલાની લાશ મળી

0
8

સુરત, તા. ૧૧
નવસારીનજીક મોલધરાગામે પૂર્ણા નદીમાંથી અજાણી ૪૦થી ૪૫ વર્ષિય મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે.
ઉપરના બનાવની પોલીસ દ્વારા પ્રાપ્ત વિગત એવી રીતે છે કે નવસારી નજીક આવેલા મોધરા ગામે પુર્ણા નદીના પાણીમાં અજાણી ૪૦ થી ૪૫ વર્ષિય મહિલાનું ડૂબી ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી. પૂર્ણા નદીમાંથી અજાણી મહિલાની ડીકમ્પોઝ લાશ મળી આવતા લોકોના ટોળા લાશ જોવા ઉમટી પડયા હતા. અજાણી મહિલા શરીરે મજબૂત બાંધો, ઘઉં વર્ણ અને પાંચ ફૂટ જેટલી ઊંચાઈ ધરાવેછે. મરનારેડ મહિલાએ શરીરે કાળવાદળી કલરનું પંજાબી કુર્તો પહેરેલ છે. આ બનાવ અંગે નવસારી રૂરલ પોલીસમાંસંજયભાઈ મગનભાઈ રાઠોડ (રહે. પારસી ટેકરી, મોલધરાગામમાં તા. જી. નવસારી) એ અજાણી મહિલાના મોત અંગેની ફરિયાદ નોંધાવતા એ.એસ.આઈ. દેવાભાઈ ધાકલુભાઈ તપાસ કરી રહા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY