ઉધના મામલતદાર કચેરીના ઉપક્રમે
લાભાર્થીઓના બેન્ક એકાઉન્ટમાં સરકારી સહાય જમા થશે
સુરત, તા. ૧૧
આજ તા. ૧૦/૫/૧૯ના રોજ ઉધના તાલુકા વિસ્તાર માટે મામલતદાર કચેરી ઉધના (અઠવાલાઈન્સ ખાતે)માં વિધવા અને વૃધ્ધ નિરાધારની બાકી અરજીઓના નિકાલ માટે કેમ્પ રાખવામાં આવેલ. જેમાં સમાજ સુરક્ષાને લગતી વિવિધ ૮૯ અરજીઓનો નિકાલ કરવામાં આવેલ અને આ તમામ અરજદારોને તેમના હુકમ હાથો હાથ આપવામાં આવ્યા તેમજ પોસ્ટ ઓફિસમાં તેમના બચત ખાતા ખોલાવવા માટે ખાતાના ફોર્મમાં અને તેમના ફોટાને આજે જ એટેસ્ટેશન કરી આપવામાં આવ્યા. એ રીતે ઉધના તાલુકાના વૃધ્ધ નિરાધાર- વિધવા બહેનોને હવે નિયમિત લાભ મળશે. સરકારશ્રી દ્વારા તેમને મળવાપાત્ર સહાય સીધી તેમના બચત ખાતામાં જમા થશે.
આમ ઉપરોકત સમાજ સુરક્ષાના આ ઓપન હાઉસથી અરજદારોની અરજી ઝડપથી મંજૂર થઈ અને ખાતા ખોલવવા કે ફોટો એટેસ્ટેશન વિગેરે કામગીરીમાં કોઈ ધક્કા કે વારમવાર આવવાનું નહીં બનતા આ તમામ લાભાર્થીઓએ હર્ષની લાગણી વ્યકત કરી છે.
ક્રમ વિગત લાભાર્થી મળવાપાત્ર સહાય
૧ વિધવા પેન્શન ૪૬ રૂ. ૧૨૫૦/- આજીવન
૨ વૃધ્ધ નિરાધાર પેન્શન ૩૨ રૂ. ૫૦૦/- આજીવન
૩ ઈગ્નૂપ્સ હેઠળ પેન્શન ૦૮ રૂ. ૫૦૦/- આજીવન
૪ રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના ૦૩ રૂ. ૨૦,૦૦૦/- એકવાર
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




