થોડીવારમાં આવવાનું કહી સુખલાલ વસાવા છૂ મંતર
સુરત, તા. ૧૩
ઓલપાડ કિમ રોડ પર આવેલ ચાની લારી પાસે રજિસ્ટર નંબર વગરની સીબી સાઈન મોટર સાઈકલ ઈને એક આરોપી ફરાર થઈ ગયો હોવાનો બનાવ ઓલપાડ પોલીસ મથકમાં નોંધાયો હતો. પોલીસે આઈપીસી-૪૦૬ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના નેવડી આંબા ગામના વતની અને હાલમાં ઓલપાડ તાલુકાના સરસ ગામ ખાતે રહેતા રાજુભાઈ સીંગાભાઈ વસાવા છૂટક મજૂરી કરે છે તેમણે તાજેતરમાં ૬૫ હજાર રૂ. કિંમતની સીબી સાઈન મોટર સાઈકલની ખરીદી કરી હતી. આજથી કેટલાક દિવસો પહેલાં નંદરબાર જિલ્લાના અક્કલ કુવા તાલુકાનો ખડકે ગામના વતની સુખલાલ રણજીતભાઈ વસાવાએ ઓલપાડ કિમ રોડ પર આવેલા એક ચાની લારી પાસે ઊભેલા રાજુભાઈ વસાવાની નવી જ સીબી સાઈન મોટર સાઈકલ લઈને ફરાર થઈ ગયો હતો. હું થોડીવારમાં મોટર સાઈકલ લઈ ગયા બાદ પરત ન આવતા તેમણે ઓલપાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



