સુરત, તા. ૧૩
કડોદરા- ચલથાણ સુગર ફેક્ટરી પાસે આવેલા એક મકાનની ગેલેરી મારફતે ઘરમાં ઘૂસીને એક આરોપી અંદર પ્રવેશી ચાર નંગની મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. મોબાઈલ ફોનની કિંમત રૂ. ૮૦ હજાર થાય છે કડોદરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પલસાણા-ચલથાણ સુગર ફેક્ટરી પાસે આવેલા સત્યમ એપાર્ટમેન્ટ ખાતે દિલિપભાઈ તારાચંદભાઈ ખેરનાર રહે છે. ગત દિવસોમાં ચલથાણ ખાતે રહેતા સલીમ ઉર્ફે માયા જાકીર શેખ નામનો ઈસમ મકાનની ગેલેરીમાંથી ઘરાં પ્રવેશ કરી રસોડામાં ચાર્જમાં મૂકેલ એક મોબાઈલ ફોન, તેમનો ભાઈ ગોકુળ, દિલીપભાઈનો પુત્રનો તેજસના બે મોબાઈલ ફોન મળી કુલ્લે ૪ નંગ મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ૪ નંગ મોબાઈલ ફોનની કુલ્લે કિંમત રૂ. ૮૦ હજાર થતી હોવાનું પોલીસ જણાવ્યું હતું. કડોદરા પોલીસે ગુનો નોંધી ફરિયાદી દિલીપભાઈનું નિવેદન નોંધ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



