અમરોલી કોલેજમાં પ્રવેશ, પરીક્ષા અને પરિણામ વિષયે સેમિનાર યોજાયો

0
35

વિવિધ ફેકલ્ટી નિષ્ણાંતોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું
સુરત, તા.૧૩
જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલી સંચાલિત જે.ઝેડ. શાહ આર્ટસ એન્ડ એચ.પી. દેસાઈ કોમર્સ કોલેજ, અમરોલીમાં તા.૧૨-૫-૨૦૧૯ના રોજ ડૉ. બાબા સાહેબ આંબેડકર પન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ, પરીક્ષા અને પરિણામ વિષય ઉપર સેમિનારનું આયોજન થયું. તેમાં મુખ્ય વક્તા તરીકે ડૉ. ભરતભાઈ ઠાકોર દક્ષિણ ગુજરાત રિજલન નિયામક-બીએઓયુ, આસીસ્ટન્ટ પ્રોફેસર, ગુજરાતી વિભાગ-વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આશરે ૫૦ જેટલા વિદ્યાર્થીઓએ સક્રિયપણે ભાગ લીધો હતો. અમરોલી કોલેજમાં પ્રિ. ડૉ. કે.એન. ચાવડાના માર્ગદર્શન હેઠળ ડૉ. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના બેચલર ઓફ આર્ટસ બેચલર ઓફ કોમર્સ, માસ્ટર ઓફ આર્ટસ તેમજ વિવિધ ડિપ્લોમાં પોસ્ટ ગ્રેજ્યુએટ અને સર્ટીફિકેટસ કોર્સનું સંચાલન કરવામાં આવે છે. કાર્યક્રમમાં મુખ્ય વકતાનો પરિચય પ્રો. ચિરાગ સિધ્ધપુરીયાએ આપ્યો હતો. અમરોલી કોલેજમાં સેન્ટર નિયામક તરીકે પ્રા.મેહુલ શાહ કાર્યરત છે. કાર્યક્રમના અંતે આભારવિધિ પ્રા. અર્જુન ડાયમા અને પ્રા. કરણ બ્રહ્મભટ્ટે કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY