સુરત, તા.૧૪
રાત્રિ સમયે પવનને કારણે ગરમીમાં રાહત રહે છે. પરંતુ બપોરના સમયે સૂર્ય દેવતાના સીધા કિરણોને કારણે શહેરીજનો ગરમીનો અનુભવ કરી રહ્ના છે. બપોરના સમયે તાપમાનનો પારો ઊંચો રહે છે. હવામાન કચેરીના જણાવ્યા અનુસાર છેલ્લા ચોવીસ કલાકમાં સુરત શહેરનું વધુમાં વધુ તાપમાન ૩૭ ડીગ્રી સેલ્શિયસ નોંધાયું હતું. જ્યારે ઓછામાં ઓછું તાપમાન ૨૭ ડીગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. તેમજ આજે બપોરના સમયે તાપમાનનો પારો ૩૬ ડીગ્રી સેલ્શીયસ નોંધાયો હતો. હવામાં ભેજનું પ્રમાણ ૭૮ ટકા અને ઉત્તર દિશા તરફથી પાંચથી સાત કિ.મી.ની ઝડપે પવન ફુંકાઈ રહ્ના છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




