બાઈક વેચાણના રૂપિયા મેનેજરે ગજવે ઘાલ્યા
સુરત, તા.૧૫
બારડોલીની શિવમ બજાજ કંપનીનો મેનેજર મોટર સાયકલ વેચાણના રોકડા રૂપિયા ચાર લાખથી વધુની રકમ ચાઉં કરી ગયો હતો.
બારડોલી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પાલ ગેલેક્ષી એન્કલેવમાં રહેતાં પ્રતિકભાઈ વિપુલકુમાર માખણીયાની બારડોલી ખાતે આવેલ શિવમ બજાજ કંપનીના બ્રાંચમાં આરોપી અમરદીપ સુરેશભાઈ મૈસૂરીયા રહે. બાબેન ગામ મેનેજર તરીકે ફરજ બજાવતો હતો. નોકરી દરમિયાન આરોપી મેનેજર અમરદીપે ગ્રાહકોને વેચાણથી આપેલ મોટર સાયકલના રોકડા રૂપિયા ૪૦૦૭૧૨ કંપનીમાં જમાં નહીં કરાવી અંગતકામ માટે વાપરી નાંખી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે પ્રતિકભાઈ વિપુલકુમાર માખણીયાએ બારડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



