સસ્તામાં મકાન આપવાનું પ્રલોભન આપી રૂ. ૫.૩૪ લાખ પડાવી લેવાયા

0
6

રૂપિયા લઈને પણ મકાન નહીં અપાતા મામલો પોલીસમાં
સુરત, તા. ૧૬
કતારગામ ગજેરા સ્કૂલની બાજુમાં લક્ષ્મી એન્કલેવ ખાતે સસ્તામાં મકાન બનાવી આપીશું તેમ જણાવી એક યુવક પાસેથી ૫.૩૪ લાખ રૂ. લઈને કબજો નહીં આપી વિશ્વાસઘાત કરી ત્રણેક આરોપીઓ ફરાર થઈ ગયા હોવાનો બનાવ કતારગામ પોલીસ મથકમાં નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કતારગામ-લલીતા ચોકડી ખાતે ભરતભાઈ નુકાદરા રહે છે. તેઓ કતારગામ ગજેરા સ્કુલની બાજુમાં લક્ષ્મી એન્કલેવ ખાતે આરોપી કેતન પાલડિયા, અશ્વિન જળદરા અને ભરતભાઈ શામજીભાઈની વાતોમાં આવી લઈ સસ્તામાં મકાન આપીશું તેવી લાલચમાં આવી જઈ ૫.૩૪ લાખ રૂ. આપ્યા હતા. ત્યારબાદ આરોપીઓએ તેમને મકાનની ફાળવણી નહીં કરી વિશ્વાસઘાત કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે આઈપીસી-૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY