પુણામાં મહિલાનો અછોડો તોડી લેવાયો

0
4

સુરત, તા. ૧૬
પુણા આઈમાતા રોડ પરથી પસાર થતી એક મહિલાના ગળામાંથી સોનાના પેંડલની ચોરી કરી અજાણ્યોઈસમ ફરાર થઈ ગયો હોવાનો બનાવ પુણા પોલીસ મથકે નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પરવટ પાટિયા નિલકંઠ હાઈટ્સની પાસે રહેતી પ્રિયંકાબેન નવીનભાઇ અગ્રવાલ ગતરાત્રે પરવટ પાટિયા આઈમાતા રોડ પરથી પસાર થતા હતા ત્યારે અજાણ્યા ઈસમે તેમના ગળામાં પહેરેલ ૧૫ ગ્રામ સોનાના પેંડલની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. મારવાડી સમાજની મહિલાએ પૂણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી-૩૭૯ મુજબનો ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY