ગુજરાતમાં અસ્પૃશ્યતા ફેલાવતા તત્ત્વો સામે કડક હાથે કાર્યવાહી કરવા માંગણી

0
9

દલિત મુક્તિ સેનાએ કલેક્ટર મારફતે રાષ્ટ્રપતિને આવેદન પાઠવ્યું
સુરત, તા.૧૬
ગુજરાત રાજ્યમાં દિન પ્રતિદિન અસ્પૃશ્યતામાં થઈ રહેલ વધારો અને દલિતો પ્રત્યે નફરત ફેલાવનાર જવાબદાર પરિબળો સામે સખ્ત હાથે કામ લેવાની માંગ સાથે દલિત મુક્તિ સેના દ્વારા સુરત કલેક્ટર હસ્તક રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવી જણાવાયું છે કે, આઝાદી મળ્યાને ૭૨ વર્ષ થવા આવ્યા છે. છતાં પણ ગુજરાત રાજ્યના દલિત-આદવિસી-ઓ.બી.સી. સમાજ પ્રત્યે જે ધૃણા વેર-નફરત-ઈર્ષા અને અસ્પૃશ્યતા વગેરે પાળવામાં આવી રહી છે અને તે પણ રાજ્યના કડીના લ્હોર ગામે ચૂંટાયેલા સરપંચ તાલીબાની ફર્માન કાઢે દલિતનો છોકરો લગ્ન પ્રસંગે વરઘોડો ગામમાં ફેરવી ના શકે અને ફરશે તો કામ ધંધો-દાણા પાણી બંધ કરી બહિષ્કાર નાથવામાં આવશે અને દુકાનદાર કોઈ ચીજવસ્તુ દલિતોને આપે તો રૂ.૫૦૦૦નો દંડ ફટકારવામાં આવશે. અસ્પૃશ્યતા વિરૂદ્ધ લડનાર મહાત્મા ગાંધીના ગુજરાત માટે શરમ જનક ઘટના છેજ પરંતુ માનવીય મૂલ્યોનાં હનન કરનાર અને ફરી આ દેશમાં વર્ણ વ્યવસ્થા ઊભી કરવા માટેના આ હિન પ્રયાસ કેટલાક મનુવાદી પરિબળો કરી રહ્ના છે. જેને વખોડી કાઢીએ છીએ અને માંગણી કરીએ છીએ ફક્ત કડીમાં જ નહીં રાજ્યના વિવિધ સ્થળોએ ઓબીસી ઠાકોર યુવકના લગ્ન પ્રસંગે વરઘોડી નહીં કાઢવા દેવા જાતિવાદïનું વેરઝેર ફેલાવી હુમલાઓ કરવામાં આવી રહ્ના છે. જે કેટલાક લોકો રાજકીય આર્શીવાદથી સમાજ સમાજ વચ્ચે વેર ફેલાવી વર્ગ વિગ્રહ તરફ રાજ્ય અને દેશને લઈ જવાના હિન અને વાહીયાત પ્રયત્નો કરી રહ્ના છે. આવા તત્ત્વો સામે રાષ્ટ્રદોહના ગુના હેઠળ કામ ચલાવી આવા ગામોને સરકારની તમામ રાહતો અને યોજનાઓથી વંચિત રાખવા માંગણી કરવામાં આવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY