દક્ષિણ ગુજરાતના તાપમાનમાં બે ડીગ્રીનો વધારો : આકરા તાપની આગાહી

0
5

ત્રણ-ચાર દિવસમાં ક્રમશઃ તાપમાન ૪૦ ડીગ્રી પહોંચી જશે
સુરત, તા.૧૭
દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં વાદળછાયા વાતાવરણ બાદ તાપમાનમાં નજીવો વધારો થઈ રહ્યું છે. આગામી ત્રણ-ચાર દિવસ બાદ શહેરીજનોને ઉનાળાના આકરા તાપનો સામનો કરવો પડશે. અધિકતમ તાપમાનનો પારો ૪૦ ડીગ્રી વટાવી જાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે બપોરે શહેરનું અધિકતમ તાપમાન ૩૪.૮ ડીગ્રી નોંધાયું છે. જે સાંજ સુધી ૩૬ ડીગ્રી સુધી પહોચે તેવી શક્યતા છે. ન્યુનતમ તાપમાન ૨૭.૮ ડીગ્રી નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૭૦ ટકા અને હવાનું દબાણ ૧૦૧૧.૪ મિલીબાર નોંધાયું છે. શહેરમાં દક્ષિણ પિમ દિશાથી કલાકના ૮ કિમીની ઝડપે પવન ફુંકાઈ રહ્યું છે.
નવસારીમાં અધિકતમ તાપમાન ૩૩.૫ ડીગ્રી અને વલસાડમાં અધિકતમ તાપમાન ૩૩.૪ ડીગ્રી નોંધાયું છે.વાદળછાયા વાતાવરણ બાદ આજે બપોર પછી તાપમાનમાં વધારો નોંધાયો છે. આગામી ત્રણ ચાર દિવસ સુધી રોજ તાપમાનમાં વધારો થશે અને અધિકતમ તાપમાનનો પારો ૪૦ ડીગ્રી સુધી પહોંચે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY