વોર્ડ નં.૨માં ગેરકાયદે બાંધકામ તોડી પડાયું

0
7

સુરત, તા.૧૮
સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઈજનેરની સૂચના અને માર્ગદર્શન હેઠળ સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલ વોર્ડ નં. ૨, નોîધ નં.૨૫૩૨/અ, ૨૫૩૩/બ, ૨૫૩૨ વાળી મિલ્કતમાં સુરત મહાનગરપાલિકાના મંજુર કરાયેલ પ્લાન વિરૂદ્ધ બાંધકામ કરતા તા.૧૭-૫-૨૦૧૯નાં રોજ સેન્ટ્રલ ઝોનના શહેર વિકાસ વિભાગ, દબાણ ખાતાનાં સ્ટાફ તથા સુરત મહાનગરપાલિકાનાં સિક્યોરિટી સ્ટાફની મદદથી ડીમોલીશન કરવામાં આવેલ. જે અંતર્ગત વધારાના માળનું આશરે ૧૪૦૦ ચો.ફુટ માપ વિસ્તારમાં આર.સી.સી. સ્લેબ દૂર કરવામાં આવેલ છે. તેમજ ડીમોલીશન પેટે રૂ.૫૦,૦૦૦ વહીવટી ચાર્જ વસૂલ લેવામાં આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY