વાલકમાં બે કાર ડ્રાઈવરના પેન્ટમાંથી રૂ.૩૪ હજારની ચોરી

0
6

બંને ડ્રાઈવરો પેન્ટ લટકાવી ન્હાવા જતા ચોરી થઈ
સુરત, તા.૨૦
વાલક પાટીયા જય ખોડીયાર પાર્કિંગમાંથી કાર ડ્રાઈવરનાં પેન્ટના ખિસ્સામાંથી રોકડા રૂ.૧૨૦૦૦ સહિત ૩૨૪૭૦ની મતા અજાણ્યા વ્યક્તિ ચોરી કરી ગયો હતો.
સરથાણા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વાલક પાટીયા જય ખોડીયારના પાર્કિંગમાં ફરિયાદી કિશોરભાઈ જીણાભાઈ ડાભી તથા ડ્રાઈવર જીતુ મકવાણા ન્હાવા માટે બાથરૂમમાં ગયા હતા. ત્યારે ફરિયાદીએ પોતાનું પેન્ટ બહાર પાળી પર મુકયું હતું. આ પેન્ટમાંથી રોકડા રૂ.૧૨૦૦૦, કારની આરસી બુક, મોબાઈલ ફોન તથા જીતુભાઈના પેન્ટના ખિસ્સામાંથી રોકડા ૧૩૭૦૦ મળી કુલ રૂ.૩૪૭૦૦ અજાણ્યો વ્યક્તિ ચોરી કરી ગયો હતો. સરથાણા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY