મુંબઈ,તા.૧
આગેવાન ફિલ્મ સર્જક આશુતોષ ગોવારીકરની ઐતિહાસિક કથા ધરાવતી ફિલ્મ પાણીપત શુક્રવારે ફ્લોર પર ગઇ હતી. હોનહાર અભિનેતા અર્જુન કપૂર આ ફિલ્મમાં મુખ્ય રોલ કરી રહ્યો છે.
આ ફિલ્મ બનાવવા અગાઉ આશુતોષે ખાસ્સું રિસર્ચવર્ક કર્યું છે અને એનડી સ્ટુડિયોમાં વાસ્તવિક લાગે એવા સેટ ઊભા કરાવ્યા છે. આ એક મેગાબજેટ કહેવાય એવી ફિલ્મ છે. પોતાની મોહેં ડો ડારો ફિલ્મે ધાર્યો બિઝનેસ કર્યો નહોતો એટલે આ વખતે આશુતોષ પહેલેથી સાવધ રહ્યા છે. આમેય ઐતિહાસિક ફિલ્મ બનાવવામાં સારો એવો સમય જતો હોય છે. મોખરાના આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઇએ પેશવા કાળનો અસ્સલ શનિવાર વાડા લાગે એવો અદ્ભુત સેટ તૈયાર કર્યો છે જેના પર શુક્રવારે પહેલા શિડયુલનું શૂટિંગ શરૃ થયું હતું.
અર્જુન કપૂરે પણ પોતાનાથી થાય એટલી પૂર્વતૈયારી કરી છે. આશુતોષે સૂચવેલાં પુસ્તકો એ જાઇ ગયો છે અને પેશવાઓનો પોતાને ખપ પૂરતો પરિચય પણ એણે મેળવી લીધો છે. આશુતોષે અર્જુનને ખાસ તાકીદ કરી હતી કે તારો ફર્સ્ટ લૂક હાલ પાપારાઝી ફોટોગ્રાફર્સથી છૂપાવીને રાખજે એટલે અર્જુન પણ ખૂબ સાવધ રહે છે.
આ ફિલ્મમાં કૃતિ સનોન પેશવાની બીજી પત્ની પાર્વતીબાઇનો રોલ કરી રહી છે. એક માહિતી મુજબ પેશવાનો રોલ કરનારા બધા અદાકારોને આશુતોષે માથાના વાળ સફાચટ કરાવી લેવાની સલાહ આપી હતી. આમ આ બધા કલાકારો અત્યારે મુંડન કરાવીને ફરે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





