કાર અને ઓટો રિક્ષામાંથી દારૂ ઝડપાયો
સુરત, તા.૨૦
પીસીબી પોલીસે લીંબાયત અને પુણા વિસ્તારમાં દરોડા પાડી કાર રિક્ષાï અને દારૂનો જથ્થો મળી કુલ રૂ.૪.૮૨ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પીસીબી પોલીસે પરવત ગામ શીલીકોન ફ્લેર્ટ્સ અને મહેશ્વરી મકાન નં.૧૪૬માં દરોડા પાડી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. પીસીબી પોલીસે રાકેશ ઉર્ફે સોનુ નાનાભાઈ પવાર, એક કિશોરની ધરપકડ કરી ગૌતમ નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યો હતો. પીસીબી પોલીસે વેગનઆર ગાડી, ૧૨૦૦ બોટલ દારૂ, બે મોબાઈલ ફોન મળી કુલ રૂ.૩,૭૮,૬૯૨નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ પીસીબી પોલીસે સારોલી વિસ્તારમાં દરોડા પાડી ૭૨૦ બોટલ દારૂ, રિક્ષા એક મોબાઈલ ફોન મળી કુલ રૂ.૧,૦૩,૮૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કેસમાં પીસીબી પોલીસે રિક્ષા ચાલક પંકજ સુરેશ ઝાડેની ધરપકડ કરી હતી. જયારે આરોપી ચંદન રામજી યાદવ નાસી જનાર બે અજાણ્યા અને સંદીપ ઉર્ફે ગાવઠી કુમાવતને વોન્ટેડ જાહેર કર્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





