દક્ષિણ ગુજરાતમાં બળબળતો ઉનાળો સાંજ સુધી પારો ૪૦ ડિગ્રીએ પહોંચશે

0
4

ગઈકાલે મહત્તમ તાપમાન ૩૯ ડિગ્રી નોંધાયું હતું
સુરત, તા.૨૦
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ ભારે ઉકળાટ સાથેડ અસહૃય ગરમીનો સામનો કરવાની ફરજ પડી છે. બપોરે ૩૫ ડિગ્રી તાપમાન નોંધાયું છે. જે સાંજ સુધી સરેરાશ ૪૦ ડિગ્રી નોંધાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે બપોરે શહેરનું અધિકત્તમ તાપમાન ૩૫ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૨૭.૫ ડિગ્રી નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૬૮ ટકા અને હવાનું દબાણ ૧૦૧૦.૯ મીલીબાર નોંધાયું છે. શહેરમાં સવારથી પિમ દિશાથી કલાકના ૪ કિલોમીટરની ઝડપે ફૂંકાઈ રહ્નાં છે. નવસારીમાં અધિકત્તમ તાપમાન ૩૮ ડિગ્રી નોંધાયું છે. જ્યારે વલસાડમાં તાપમાન ૩૬ ડિગ્રી નોંધાયું છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આજે સવારથી વાદળછાયા વાતાવરણ બાદ અસહૃય ઉકળાટ અને બફારાનો સામનો કરવાની ફરજ પડી હતી.
બપોરના સમયે આકરો તાપ નીકળતા અસહૃય ગરમીનો સામનો કરવાની ફરજ પડી રહી છે. આગામી બે-ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં હિટવેવની સ્થિતિ સર્જાય તેવી શક્યતા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY