સુરત, તા.૨૦
માંગરોળ – નૌગામા ખગામ ખાતે જમીનના નાણા આપવા બાબતે ના પાડતા એક યુવકને મારી નાખવાની ધમકી આપી બે સગાભાઈઓ તથા એક પુત્ર ફરાર થઈ ગયા હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો.
પોલીસે સૂત્રોના જણાવ્યા અનુસાર માંગરોળ તાલુકાના નાના નૌગામા ખાતે ઝીણાભાઈ નારાયણભાઈ પટેલ રહે છે. ગતરોજ ગણોતથી ખેડવા માટેઆપેલી જમીનના નાણા ધર્મેન્દ્ર પટેલ, જગદીશ પટેલ તથા ગોવિંદ પટેલે ઝીણાભાઈ પાસે માગતા તેમણે નાણા આપવાની ના પાડી હતી. જેથી ઉશ્કેરાઈ જઈ બે સગાભાઈઓ તથા પુત્રએ તેમને જાનથી મારી નાખવાનીધ મકી આપી ફરાર થઈ ગયા હતા. ઝીણાભાઈએ ત્રણેય આરોપીઓ સામે માંગરોળ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી-૫૦૪ તથા ૫૦૬ (૨) મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




