સુરતમાં ચોરેને ચોટે એક્ઝીટ પોલ સંદર્ભે થયેલી ચર્ચા
સુરત, તા.૨૦
લોકશાહીનો પર્વ લોકસભાની સામાન્ય ચૂંટણીની મતદાનનો અંતિમ તબક્કો ગઈકાલે પૂર્ણ થયા બાદ મોટાભાગની ન્યૂઝ ચેનલો દ્વારા એક્ઝીચ પોલ્સનું તારણ અપાતા આજે શહેરમાં ઠેર ઠેર ચર્ચાનો દોર જામ્યો હતો. એક્ઝીટ પોલ્સમાં મોદી સરકારને બહુમતી મળતાં ભાજપ કાર્યાલયમાં પણ આગેવાનો કાર્યકરોમાં ઉત્સાહ વ્યાપી ગયો હતો અને બીજ તરફ એક્ઝીટ પોલ્સના તારણથી કોંગ્રેસના આગેવાનો કાર્યકરોમાં નિરાશા વ્યાપી ગઈ હતી.
ગઈકાલે છેલ્લા તબક્કાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ એક્ઝીટ પોલ્સ શરૂ થયા હતા. એક્ઝીટ પોલ્સનું તારણ જાવા માટે લોકો ટી.વી. સામે જકડાઈ ગયા હતા. એક્ઝીટ પોલ્સના તારણ બાદ સુરત શહેરમાં ચર્ચાનો દોર શરૂ થઈ ગયો હતો. લોકોના મુખે એક જ ચર્ચા સાંભળવા મળતી હતી કે ફીર એક બાર મોદી સરકાર.
હવે જાવાનું એ રહેશે કે તા.૨૩મીએ ઈવીએમ મશીનના સીલ ખુલ્યા બાદ આ તમામ એક્ઝીટ પોલ્સ અનુરૂપ પરિણામ જાહેર થાય છે કે કેમ ? પણ આ એક્ઝીટ પોલ્સથી રાજકારણનો ગરમાટો છે. સાથે સાથે ચૂંટણી પરિણામ ઉપર દાવ લગાવનાર બુકીઓના ભાવમાં પણ ફેરફાર થઈ રહ્ના છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



