સાસરીયાએ માનસિક-શારીરિક ત્રાસ આપતા પરિણીતાની ફરિયાદ

0
6

દહેજ નહીં લાવતા પરિણીતાને ત્રાસ અપાતો હતો
સુરત, તા.૨૦
ચોર્યાસી તાલુકાના ઉન શાલીમાર પાર્ક સોસાયટી ખાતે રહેતી એક મુસ્લિમ પરિણીતા પાસે દહેજ માંગી શારીરિક માનસિક ત્રાસ આપવા બાબતે પરિણીતાએ સાસરીયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે દહેજનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કામરેજ તાલુકાના નવી પારડી પંચાયત ઓફિસ ખાતે રહેતી સુમૈયાબાનુના લગ્ન મોહંમદ આકીબ અબ્દુલ અઝીઝ શેખ સાથે થયા હતા. લગ્ન જીવન દરમ્યાન પતિ મોહંમદ સસરા અબ્દુલ અઝીઝ તથા સાસુ જરીનાબીબી અબ્દુલ અઝીઝ શેખ પરિણીતા સાથે અવાર નવાર દહેજ બાબતે ઝઘડો કરી શારીરિ માનસિક ત્રાસ આપતા હતા. કંટાળી ગયેલી પરિણીતાએ પિયરમાં આવી સાસરીયાઓ વિરૂદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY