પુણા ખાતે ટી.પી. રોડને ખુલ્લો કરવા પાંચ મકાનોનું ડીમોલીશન

0
12

સુરત, તા.૨૧
ટી.પી. સ્કીમ નં.૧૧, પુણા, ફા. પ્લોટ નં.૬૪ અને ૬૫, ૧૮.૦૦ મી.નો. ટી.પી. રોડ પરનાં નડતરરૂપ ૫- મકાનો તથા નાલંદા વિદ્યાલયના મકાનનાં આંશિક ભાગ સહિત આશરે ૧૦૫૦.૦૦ ચો.ફુટનાં માપ વિસ્તારમાં કરેલ આર.સી.સી. કોલમ, બીમ, સ્લેબ, ચણતર તથા પ્લાસ્ટિર સહિતનું બાંધકામ દુર કરી સદર ૧૮.૦૦ મી ટી.પી. રસ્તા પૈકી ૧૩૭૦૦.૦૦ ચો.ફુટનો રસ્તો ખુલ્લો કરવામાં આવેલ. સદર રોડ ખુલ્લો કરવાની કાર્યવાહી પ્રગતિ હેઠળ છે. જે ટી.પી. રોડ ખુલ્લો થયેથી ટ્રાફિકની સમસ્યા મહદઅંશે નિવારી શકાશે. ઉક્ત કામગીરી મે.એડી. સીટી ઈજનેરની સૂચના મુજબ કાર્યપાલક ઈજનેરના માર્ગદર્શન હેઠળ શહેરી વિકાસના સ્ટાફ, દબાણ ખાતાનો સ્ટાફ તથા સિક્યુરિટી સ્ટાફ સહિત પાર પાડવામાં આવેલ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY