રાજદ્રોહ કેસ : અલ્પેશ કથીરિયાને હાજર નહીં કરતા કોર્ટમાં મુદ્દત પડી

0
7

કેસની વધુ સુનાવણી તા.૪ જૂને હાથ ધરાશે
સુરત, તા. ૨૨
અમરોલી પોલીસ મથકમાં નોંધાયેલ રાજદ્રોહના ગુનામાં લાજપોર જેલમાં અલ્પેશ કથીરિયાને કોર્ટમાં રજૂ કરવામાં ન આવતા વધુ સુનાવણી ૪થી જૂનના રોજ હાથ ધરવામાં આવશે. જાકે, આજે તેને કોર્ટની મુદ્દત પર હાજર ન કરવામાં આવતા બિન તહોમત છોડી મૂકવાની અરજી પણ દાખલ થઈ શકી ન હોવાનું બચાવ પક્ષ ના એડવોકેટ યશવંતસિંહ વાળાએ જણાવ્યું હતું.
આ કેસની વિગતો એવી છે કે, પાટીદાર આંદોલન દરમ્યાન મોટા વરાછા ખાતે આવેલ ક્રિષ્ણા રેસીડેન્સી ખાતે રહેતાં વિપુલ દેસાઈ અને ચિરાગ દેસાઈને ત્યાં જઈને પોલીસ વિરૂદ્ધ બેફામ નિવેદનો કર્યા હતા. પૂર્વ ડીસીબી મકરંદ ચૌહાણે તેની સામે હાર્દિક પટેલ સહિત અન્ય આરોપીઓ સામે રાજદ્રોહની ફરિયાદ દાખલ કર્યા બાદ આ ગુનાની તપાસ કરનારા પૂર્વ ડીસીબી પીઆઈ જે.એચ. દહીયાએ હાર્દિકની ધરપકડ કરી હતી. ૨૭૦ દિવસ સુધી લાજપોર જેલમાં રહ્ના બાદ તેને જામીન મુક્ત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અલ્પેશ કથીરિયાની ડીસીબીએ ધરપકડ કરી હતી. જામીન પર છુટકારો થયા બાદ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિનો ભંગ કરતા તેને ફરી લાજપોર જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. ૨૨મી મેના રોજ તેની કોર્ટની મુદ્દત હતી. પરંતુ તેને કોર્ટમાં રજૂ ન કરવામાં આવતા વધુ સુનાવણી ૪થી જૂનના રોજ હાથ ધરાશે. એવું યશવંતસિંહ વાળાએ જણાવ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY