112 સિરામિક ઉદ્યોગપતિએ સરકારને પત્ર લખ્યો
મોરબી શહેરમાંથી ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે મોરબી બાયપાસ રોડ પર ઓવર બ્રિજ બનાવવા બાબતે 112 લોકોએ ગુજરાત સરકારને પત્ર લખ્યો છે.
આ પત્રમાં સિરામિક ઉદ્યોગપતિઓએ જણાવ્યું છે કે ‘ છેલ્લા બે વર્ષથી મોરબી બાયપાસ રોડ પર પંચાસર ચોકડી, વાવડી ચોકડી અને નવલખી ફાટક પાસે સવારે અને સાંજે ઓફિસ સમય એટલે કે સવારે ૮ થી ૧૧ આઠ સાંજે ૬ થી ૯ વાગ્યાના સમય જ ટ્રાફિક જામની સ્થિતિ ઉભી થતી હોય છે. આ ટ્રાફિકજામના કારણે વારંવાર ગંભીર અકસ્માતો પણ સર્જાય છે જેના લીધે આજ સુધીમાં કેટલાય લોકોનો ભોગ લેવાયો છે.અમારી પાસે ઘરથી વ્યવસાય આવવા જવા માટે આ એક જ માર્ગ હોવાથી અમે લોકો પણ સમયસર ઘરે કે વ્યવસાયે પહોંચી શકતા નથી.
જેથી તાત્કાલિક ધોરણે મોરબી બાયપાસ રોડ પર આવેલા પંચાસર ચોકડી વાવડી, ચોકડી અને નવલખી ફાટક પર ઓવરબ્રિજની મંજૂરી આપી યુદ્ધના ધોરણે ઓવરબ્રિજ કરી આપવામાં આવે.’ આમા પત્ર લખીને આ પત્રમાં 112 લોકોએ સહી કરી છે અને ગુજરાત સરકારને પત્ર લખ્યો છે. હવે જોવાનું એ રહ્યું છે કે સરકાર સુધી લોકોનો અવાજ પહોંચે છે કે કેમ?
રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



