સુરત, તા. ૨૧
રૂ. ૩.૮૧ લાખની કિંમતના ચાના કપ ખરીદી આપેલો ચેક રીટર્ન થતા કપના વેપારીએ પોલીસ ફરિયાદ નોîધાવી હતી.
ચોકબજાર પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ડભોલી ચાïર રસ્તા શ્રીજી નગરમાં રહેતા વેપારી હાર્દિક પ્રવિણભાઈ સવાણી પાસેથી આરોપી પ્રકાશ બિસ્નોઈએ (ધનલક્ષ્મી ટ્રેડીંગ, પાલનપુર) રૂપયા ૩,૮૧,૭૬૪ની કિંમતની ચાના કપની ખરીદી કરી હતી. જે અંગે ચેક આપ્યો હતો. આ ચેક રિટર્ન થયા બાદ આરોપીએ પેમેન્ટ નહીં ચૂકવી ફરિયાદી સાથે વિશ્વાસઘાત-છેતરપિંડી કરી હતી. ચોક પોલીસે ફરિયાદ નોંધી પો.સ.ઈ. એચ.આર. બારોટે તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



