ચોકીદારની હત્યા કરી ચોર લાખો રુપિયાની કેરી ચોરી ગયાં

0
6

સુરત,તા.૨૨
કેરીનું આંબાવાડિયું પણ મોતનું કારણ બની શકે છે એવો બનાવ સૂરતમાં બન્યો હતો. પલસાણા તાલુકાના માખીંગા ગામમાં આ ઘટના બની છે જેમાં આંબાવાડીની રખવાળી કરતાં ચોકીદારની હત્યા કરીને રુપિયા બે લાખના મૂલ્યની કેરીની ચોરી કરવામાં આવી છે.ઘટનાની વિગત એવી છે કે સૂરતના પલસાણા તાલુકાના માખીંગા ગામમાં આબાવાડીની રખેવાળી કરતા ચોકીદારની ઘાતકી હત્યા થઇ હોવાની ઘટના બની છે. ચોકીદારનો મૃતદેહ શેરડીના ખેતરમાંથી મળી આવ્યો છે. હત્યારા આંબાવાડીમાંથી ઉતારેલી ૨ લાખથી વધુની કેરીની લૂંટ પણ કરી ગયા હોવાનું પોલિસ ચોપડે નોંધાયું છે. બનાવ અંગે પોલેસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે પલસાણા તાલુકાના માખીંગા ગામમાં આંબાવાડીની સુરેન્દ્ર નામનો વ્યક્તિ ચોકીદારી કરતો હતો. સુરેન્દ્ર રાત્રે આંબાવાડીની રખેવાળી કરતો હતો ત્યારે કેટલાક લૂંટારુઓ ખેતરમાં આવ્યાં હતાં અને સુરેન્દ્રની હત્યા કરીને તેને શેરડીના ખેતરમાં ફેંકી દીધો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY