સંભવિત આપત્તિ સમયે સેવાકાર્ય કરતી સંસ્થાઓએ બેઠક બોલાવાઈ

0
8

તા.૩૧’મીએ ગાંધી સ્મૃતિ ભવનમાં મીટિંગ યોજાશે
સુરત, તા.૨૩
વાવાઝોડા, ભારે વરસાદ, પુર અને અન્ય કુદરતી તેમજ માનવસર્જીત આફતની પરિસ્થિતિ સર્જાય તેવા સમયે સેવા તથા સહાય કાર્યમાં સહભાગી થવા સંદર્ભે આપત્તિ વ્યવસ્થાપનનાં ભાગરૂપે બચાવ, રાહત તેમજ પુનવર્સનની કામગીરી સરળ અને ઝડપી બને તે હેતુસર કયા વિસ્તારમાં, કયા પ્રકારની, કેટલા પ્રમાણમાં સેવા તથા સહાય પુરી પાડવા સ્થાનિક સ્વૈચ્છીક સંસ્થાઓ ઈચ્છુક છે તે સુનિત કરી તેની પરસ્પર જાણકારી ઉપલબ્ધ થાય તે હેતુસર એક અગત્યની બેઠકનું સુરત મહાનગરપાલિકા દ્વારા તા.૩૧-૫-૨૦૧૯ને શુક્રવારના રોજ સવારે ૧૧.૩૦ કલાકે ગાંધી સ્મૃતિ ભવન, ટીમલીયાવાડ, નાનપુરા સુરત મુકામે આયોજન કરવામાં આવેલ છે. જેમાં શહેરની તમામ સ્વૈચ્છીક સંસ્થાઅોના હોદ્દેદાર તથા પ્રતિનિધિઓને ઉપસ્થિત રહેવા અનુરોધ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY