સવારથી જ લોકો ઘરમાં ટીવી સામે ગોઠવાઈ ગયા
સુરત, તા. ૨૩
આજે લોકસભા ચૂંટણી પરિણામ જાણવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જાવા મળ્યો હતો. વહે સવારથી જ લોકો ટીવી સેટસ સામે જકડાઈ ગયા હતા. ચૂંટણી પરિણામ જોવા માટે માર્કેટો મોલમાં મોટી સ્ક્રીનો પણ મૂકવામાં આવી હતી.
લોકસભા ચૂંટણી ૨૦૧૯માટે સમગ્ર દેશમાં ૭ તબક્કાં મતદાન થયું હતું આજે ૨૩મી મેના રોજ પરિણામો જાહેર થયા હતા. અપેક્ષા મુજબ જ શહેરીજનો લોકસભા ચૂંટણીના પરિણામોની ભારે આતુરતાપૂર્વક રાહ જાઈ રહ્ના હતા. સવારથી જ લોકો ટીવી સેટ સામે પરિણામો જાવા માટે ગોઠવાઈ ગયા હતા. એક્ઝિટ પોલની જેમ પરિણામો આવતા લોકોનો ઉત્સાહ બેવડાવ્યો હતો. ચૂંટણી પરિણામ જાણવા માટે રિંગરોડ સ્થિત મિલેનિયમ માર્કેટના મુખ્ય ગેટ ખાતે વિશાળ સ્ક્રીન મૂકવામાં આવી હતી વ્યાપારીઓ ધંધો, રોજગારી મેળવવાની સાથે પરિણામો જાણવા આતુર જણાયા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



