ઉધના ઉદ્યોગનગરના જર્જરીત ઈમારત ગણેશ ભવન તોડી પડાયું

0
8

જોખમી બે માળની બિલ્ડિંગ ઉતારી લેવાઈ
સુરત, તા.૨૩
સાઉથ ઝોન (ઉધના)ના એડી. સીટી ઈજનેર (સી) તથા ઝોનલ ચીફ તેમજ કાર્યપાલક ઈજનેરની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સાઉથ ઝોન (ઉધના) સમાવિષ્ટ વિસ્તારમાં મોજે, ઉધના, ઉધના ઉદ્યોગનગર સહકારી સંઘ લી., પ્લોટ નં.એ/૬/૧/, ગણેશ ભવન, રોડ નં.૫, સેન્ટ્રલ રોડ, ઉધના ઉદ્યોગનગર સહકારી સંઘ લિ. ઉધના, સુરતવાળી મિલ્કતના મિલ્કતદાર દ્વારા એસ.વી.એન.આઈ.ટી. સુરત દ્વારા સદરહું મિલ્કત બાબત આપવામાં આવેલ વિઝ્યુ્લ ઈન્સ્પેક્શન એન્ડ કંડીશન એસેસમેન્ટ રીપોર્ટ અત્રે રજૂ કરતાં સદરહું મિલકતના મિલકતદારો/કબજેદારોને અત્રેથી ધી.બી.પી.એમ.સી. એક્ટની કલમ ૨૬૪ મુજબની મકાન પડવા સરખાની નોટીસ તથા ધી બી.પી.એમ.સી. એક્ટની કલમ ૨૬૮ મુજબ વસવાટ ખાલી કરવા હુકમ કરવામાં આવેલ છે. જેનો અમલ મિલકતદારો-કબજેદારો દ્વારા કરવામાં ન આવતા જાહેર હિતમાં અત્રેથી ગતરોજ તા.૨૧-૫-૨૦૧૯ થી પોલીસ બંદોબસ્તની માંગણી પોલીસ સ્ટાફની મદદથી વસવાટ ખાલી કરાવી સદરહું ભોંયતળીયા તથા બે માળની બિસ્માર જર્જરીત મિલકત અત્રેથી ઉતારી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. જે કામગીરી હાલમાં પ્રગતિ હેઠળ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY