સુરત, તા.૨૪
તા.૨૪-૫-૨૦૧૯ થી તા.૨-૬-૨૦૧૯ના સાયન્સ સેન્ટર સુરત આર્ટ ગેલેરીનાં પ્રથમ માળ પર એસ્ટ્રો ફોટોગ્રાફી પ્રદર્શન કરવામાં આવેલ છે. આ પ્રદર્શનમાં એસ્ટ્રોનોમી વિષય અંતર્ગત આકાશગંગા, સૂર્યમંડળના સભ્યો (સૂય, ચંદ્ર, ગ્રહો) તારાસહ રાત્રિ આકાશ, સ્ટારટ્રેલ વગેરેના ફોટોગ્રાફ પ્રદર્શિત કરવામાં આવશે. સદર પ્રદર્શનમાં ગુજરાત રાજ્યનાં ૩૮ ફોટોગ્રાફર દ્વારા એસ્ટ્રોનોમી વિષય ઉપર આધારિત ફોટોગ્રાફ્સ પ્રદર્શિત કરવામાં આવેલ છે. સદર પ્રદર્શન શહેરીજનો નીચે દર્શાવેલ તારીખ અને સમય મુજબ વિના મૂલ્યે નિહાળી શકશે.
પ્રદર્શનની તારીખ અને સમય તા.૨૪ તથા ૨૮ થી ૩૧મે ૨૦૧૯ના રોજ સવારે ૯.૩૦ થી ૪.૩૦ અને તા.૨૫-૨૬મે તથા ૧-૨ જૂન ૨૦૧૯ના રોજ સવારે ૧૧.૩૦ થી સાંજે ૬.૩૦ સુધી જ્યારે તા.૨૭મે ૨૦૧૯ના રોજ સાયન્સ સેન્ટર બંધ રહેશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



