વ્યારા, તા.૨૪
લોકસભાની સામાન્ય ચૂંટણીની આજે યોજાયેલી મતગણતરી દરમિયાન દક્ષિણ ગુજરાતની ૨૩-બારડોલી (અ.જ.જા) બેઠક પર ભાજપના પરભુભાઇ વસાવા વિજયી નિવડયા હતા. પરભુભાઇ વસાવાએ તેમના નજીકના પ્રતિસ્પર્ધી તુષારભાઇ ચૌધરીને ૨,૧૫,૪૪૭ મતે પરાજય આપ્યો હતો.
૨૩-બારડોલી લોકસભા બેઠક પર ૧૨ ઉમેદવારો વચ્ચે પ્રતિસ્પર્ધા જામી હતી. જે પૈકી ભાજપના ઉમેદવાર પરભુભાઇ વસાવા વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ૨૩-બારડોલી લોકસભા બેઠક પર તમામ ઉમેદવારોને મળેલા વિધાનસભા બેઠક દીઠ મળેલ મતોની સંખ્યા નીચે મુજબ રહેવા પામી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



