ભારતીમૈયા ટ્રસ્ટ હોસ્પિટલમાં યુવાન દર્દીનું મોત થતા પરિવારનો હોબાળો

0
33

પરિવારજનોએ તબીબોની બેદરકારીનો આક્ષેપ સાથે તોફાન મચાવતા પોલીસ દોડી આવી
સુરત, તા.૧
સગરામપુરા કે.પી. સંઘવી સંચાલિત ભારતી મૈયા હોસ્પિટલમાં યુવકનું મૃત્યુ થતા પરિવારજનોએ ડોક્ટરોની લાપરવાહીનો આક્ષેપ કરી તોફાન મચાવતા અઠવા પોલીસ ઘટના સ્થળે ધસી ગઈ હતી અને ઉશ્કેરાયેલા ટોળાને શાંત પાડવા માટેના પ્રયાસો હાથ ધર્યા હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ પાંડેસરા સુખીનગરમાં રહેતો કમલેશ પાટીલ નામના યુવકને શ્વાસ લેવાની તકલીફ પડતા પરિવારે આ યુવકને ભારતીમૈયા હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. ગઈકાલે બપોરથી હોસ્પિટલમાં દાખલ કરાયેલા કમલેશ પાટીલનું આજે સવારે નિધન થતા પરિવારજનો હોસ્પિટલ ખાતે એકત્રિત થયા હતા અને કમલેશ પાટીલના મૃત્યુ બાબતે હોસ્પિટલની બેદરકારીનો આક્ષેપ કરી તોફાન મચાવ્યુ હતુ. ટોળાએ વોચમેનને પણ ફટકારી લીધો હતો અને તોડફોડ શરૂ કરતા હોસ્પિટલે પોલીસને જાણ કરતા અઠવા પોલીસ હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી અને ઉશ્કેરાયેલા પરિવારને પોલીસે શાંત પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY