જામીન રદ્દ કરવાïની અરજીની તા.૪’થીએ સુનાવણી
સુરત, તા.૧
રાજદ્રોહના ગુનામાં હાલમાં જામીન મુક્ત છે. તેવા આરોપી અલ્પેશ કથીરિયાના જામીન રદ કરવા માટે ડીસીબી દ્વારા કરવામાં આવેલી પરચુરણ અરજીની સુનાવણી ૪થી જાન્યુઆરીના રોજ થશે. જાકે, સેશન્સ કોર્ટે આરોપીને કોર્ટ સમક્ષ હાજર રહેવાની એક નોટીસ ગતરોજ કાઢી હતી. જેની બજવણી કરવાના ચક્રોગતિમાન ડીસીબી દ્વારા શરૂ કરાયા છે. જાકે, આરોપી તરફે જામીન અરજી રદ કરવાની પરચુરણ અરજીનો જવાબ એડવોકેટï યશવંતસિંહ વાળા આપશે.
આ કેસની વિગતો એવી છે કે, અમરોલી પોલીસ મથકમાં પૂર્વ ડીસીબી મકરંદ ચૌહાણે હાર્દિક પટેલ, ચિરાગ દેસાઈ તથા વિપુલ દેસાઈ સામે રાજદ્રોહની ફરિયાદ આપી હતી. જેની તપાસ ડીસીબીના પૂર્વ પીઆઈ દહીયા કરતા હતા. પોલીસે તમામ આરોપીઓની તબક્કાવાર ધરપકડ કરી લાજપોર જેલમાં મોકલી આપ્યા હતા. ત્યારબાદ પોલીસે અલ્પેશ કથીરિયાની સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી ટ્રાન્સફર વોરંટ દ્વારા ધરપકïડ કરી સુરત કોર્ટમાં રજૂ કર્યા હતા. લાજપોર જેલમાં બંધ અલ્પેશને અદાલતે જામીન મુક્ત કર્યા બાદ તેણે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ બગાડી હતી અને એસીપી પરમારને પણ બેફામ ગાળો ભાંડી હતી. ડીસીબી દ્વારા તેના જામીન રદ કરવાની એક પરચુરણ અરજી કરી હતી. જેની સામે સોમવારના રોજ અદાલતે નોટીસ કાઢી ૪થી જાન્યુઆરીના રોજ અલ્પેશને કોર્ટ સમક્ષ હાજર થવાનો હુકમ કર્યો હતો. ડીસીબી દ્વારા અલ્પેશને નોટીસ બજાવવાના ચક્રોગતિમાન કરાયા હોવાનું વિશ્વસનીય સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




