ગોપીપુરામાં રૂ. ૫૦ લાખના હિરાની લૂંટ કરનાર બે આરોપી ઝડપાયા

0
3

ક્રાઈમ બ્રાન્ચ પોલીસે રૂ. ૫૦ લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો
સુરત, તા. ૨૩
ગોપીપુરા સત્યનારાયણ કોમ્પ્લેક્ષમાં આવેલી એક હીરાની ઓફિસમાં ઘૂસી જઈ રૂ. ૫૦ લાખના હીરાની લૂંટ પ્રકરણમાં ડીસીબીએ બે આરોપીઓની ધરપકડ કરી હતી. જોકે ડીસીબીના ડીસીપી રાહુલ પટેલ અને એસીપી આરઆર સરવૈયાએ આ બન્ને આરોપીઓ પાસેથી રૂ. ૫૦ લાખનો મુદ્દામાલ રીકવર કર્યો હતો. હીરાની ઓફિસના મગનભાઈ વસોયાના મિત્ર સુરેશ લક્ષ્મણ પટેલ લૂંટની ઘટના બન્યા બાદ ફરાર થઈ જતા ડીસીબીએના શંકાના ડાયરામાં સુરેશ પટેલ આવી ગયો હોવાનું એસીપી આરઆર સરવૈયાએ જણાવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર ગોપીપુરા મીડલ સ્કૂલ નજીક આવેલા સત્યનારાયણ કોમ્પલેક્ષ પાસે મૂળ અમરેલી ખાંભના મોટા બારસણ ગામના વતની મગનભાઈ જાધવભાઈ વસોયાના વતની મગનભાઈ જાધવભાઈ વસોયાની હીરાની અોફિસ આવેલી છે. ૨૨મી મેના રોજ સાંજના સુમારે હીરાની દલાલીઇ કરતા સુરેશ લક્ષ્મણ પટેલ (સુરત) અને મુંબઈના વેપારી પ્રકાશભાઈના માણસ સાથે મગનભાઈ વસોયાની ઓફિસ પર આવ્યો હતો. જ્યાંબે અજાણ્યા ઈસમોએ મગનભાઈ વસોયાની આંખમાં સ્પ્રે છાંટી રૂ. ૫૦ લાખના હીરાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ બનાવમાં ઘ્શહેર પોલીસ કમિશનર સતીષ શર્મા, ડીસીપી રાહુલ પટેલ, એસીપી આર.આર. સરવૈયા તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યુ હતું. જોકે લૂંટની ઘટના બાદ મગન વસોયાનો મિત્ર સુરેશ લક્ષ્મણ પટેલ ફરાર થઈ જતા તેની પર શંકાની સોય તંકાઈ હતી આજે સવારે ડીસીબી મળેલી બાતમીના આધારે સુરેશ પટેલ અને વાપીના નીતિન ધામેલિયાની ધરપકડ કરી રૂ. ૫૦ લાખનો મુદ્દામાલ રીકવર કર્યો હોવાનું એસીપી આર આર સરવૈયાએ જણાવ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY